અમદાવાદઃ ખારીકટ કેનાલાં કચરો નાંખનારને અધિકારીએ કેવો ભણાવ્યો પાઠ? જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અમદાવાદઃ AMC દ્વારા ખારીકટ કેનાલની સફાઈને લઈને ઝુંબેશ ચલાવાઈ રહી છે, ત્યારે કેનાલની સફાઈને લઈને અધિકારીનું અત્યંત કડક વલણ જોવા મળ્યું હતું. સોલિડ વેસ્ટ વિભાગના ઉચ્ચ અધિકારીનો એક વ્યક્તિએ કચરો નાંખ્યા પછી તેની પાસે જ કચરો પાછો કઢાવાતો હોય તેવી વીડિયો વાયરલ થયો છે. અધિકારીની સામે જ સ્થાનિકે કેનાલમાં કચરો ફેંકતા અધિકારી રોષે ભરાયા હતા. સ્થાનિકની અનેક રજુઆત બાદ પણ સોલિડ વેસ્ટ ડાયરેક્ટર હર્ષદ સોલંકી માન્યા નહોતા અને પોલીસ કાર્યવાહી કરવાની ચીમકી આપ્યા પછી આ વ્યક્તિએ કચરો બહાર કાઢ્યો હતો.