રાજ્યના કયા શહેરમાં મુકાયો પાણીપુરી પર પ્રતિબંધ? જુઓ વીડિયો

Continues below advertisement
વડોદરાઃ આજે કોર્પોરેશનના આરોગ્ય વિભાગે પાણીપુરી વેચનારા સામે કાર્યવાહી કરી હતી. શહેરમાં અટકતો રોગચાળો રોકવા ખોરાક શાખાના ફૂડ સેફ્ટી વિભાગે આ કાર્યવાહી કરી હતી. હાથીખાના, નવાયાર્ડ, તુલસીવાડી, વારસિયા, ખોડિયાર નગર સહિતના વિસ્તારમાં દરોડા પાડી 50 પાણીપુરી બનાવતા યુનિટ પર તપાસ કરી હતી. 4000 કિલો અખાદ્ય પાણી પુરી, 3350 કિલો બટાકા, ચણા,  અખાદય પદાર્થ, 20 કિલો અખાદ્ય તેલ, 1200 લીટર પાણીપુરીનું પાણીનો નાશ કરાયો છે. હાઇજેનિક કન્ડિશન ન જાળવતા વેપારીઓને સિડયૂલ 4ની નોટિસ આપવામાં આવી છે. રોગચાળો ન અટકે ત્યાં સુધી વેચાણ પર પ્રતિબંધ લદાયો છે. 20 દિવસમાં કોર્પોરેશન આરોગ્ય વિભાગે 1700 કિલો અખાદ્ય ચિકન, પાણીપુરી, ચણા, બટાકા, નુડલ્સ, ચટણીનો નાશ કર્યો હતો. જ્યારે 3200 લીટર પાણીપુરીનુા પાણીનો પણ નાશ કરાયો કરાયું નાશ કરાયો છે. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram