મેરેજ એનિવર્સરી પર બોની કપૂરે પોસ્ટ કર્યો વીડિયો, જુઓ શ્રીદેવીની અંતિમ ક્ષણોનો વીડિયો

Continues below advertisement

મુંબઇઃ આ વર્ષની શરૂઆતમાં બોલિવૂડની સીનિયર એક્ટ્રેસ શ્રીદેવીનું નિધન થઇ ગયું હતું. શ્રીદેવીના પતિ બોની  કપૂરે શ્રીદેવીનો એક વીડિયો પોસ્ટ કર્યો છે. વાસ્તવમાં આજે શ્રીદેવી અને બોની કપૂરના 22મી મેરેજ એનિવર્સરી છે. જે અવસર પર બોની કપૂરે આ વીડિયો પોસ્ટ કર્યો છે. શ્રીદેવી અને બોની કપૂરના લગ્ન 2,જૂન 1996ના  રોજ થયા હતા. આ અવસર પર શ્રીદેવીને યાદ કરતા બોનીએ શ્રીદેવીના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. વીડિયોની નીચે લખ્યું કે, આજે અમારી 22મી વેડિંગ એનિવર્સરી છે. જાન..મેરી પત્ની, મેરી  સોલમેટ, પ્યાર અને સુંદરતાની  મુરત, તારુ હાસ્ય અને જિંદગી મારી અંદર વસે છે. 

આ વીડિયો દુબઇમાં મોહિત મારવાહના લગ્નનો છે જેમાં ભાગ લેવા માટે શ્રીદેવી ગઇ હતી અને ત્યાં દુર્ઘટનામાં તેનું મોત થયું હતું. વીડિયોમાં શ્રીદેવી અનિલ કપૂર, દીકરી ખુશી અને પરિવારના અન્ય સભ્યો સાથે વાતો કરતી જોવા મળી રહી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram