Hu to Bolish | હું તો બોલીશ | રોગચાળાથી સાવધાન
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજામનગરમાં કોલેરાના 8 શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું..મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ ડોર ટુ ડોર સર્વેની કામગીરી શરૂ કરી છે...ઉદ્યોગનગરમાં રહેતા એક પરિવારના 6 મહિનાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો..તો, લાલખાણ વિસ્તારમાં રહેલી 25 વર્ષીય યુવતીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો...બંનેની જી.જી.હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે....જે વિસ્તારમાં કોલેરાના શંકાસ્પદ કેસ નોંધાયા છે તે વિસ્તારમાં આરોગ્ય વિભાગની ટીમ દૂષિત પાણીના સેમ્પલ લઈ રહી છે....જામનગરમાં 1 જૂનથી 27 જૂન સુધીમાં ઝાડા-ઉલ્ટીના 55 કેસ....કોલેરાના 3 કેસ....ટાઈફોઈડના 1 કેસ...મેલેરિયાના 2 અને ડેન્ગ્યુના 2 કેસ નોંધાયા....
વડોદરા શહેરમાં અનેક જગ્યાએ ગટરના અને પીવાના પાણીની લાઈન મિક્સ થઈ ગઈ છે...જેના કારણે લોકો દૂષિત પાણી પીતા બીમાર પડી રહ્યા છે....SSG હોસ્પિટલ હોય કે ગોત્રી હોસ્પિટલ...શહેરની સરકારી હોસ્પિટલોમાં રોજના 1 હજારથી વધુ દર્દીઓની OPD આવી રહી છે....જેમાંથી 300 જેટલા દર્દીઓને દાખલ કરવામાં આવી રહ્યા છે...સૌથી વધુ ટાઈફોઈડ, કમળો, ઝાડા-ઉલ્ટી અને મેલેરિયાની ઓપીડી આવી રહી છે....
રાજકોટ જિલ્લા ઉપલેટામાં 23 તારીખે 5 બાળકો ઝાડા-ઉલ્ટીના કારણે મૃત્યુ પામ્યા હતા...ત્યારબાદ આ વિસ્તારમાં આવેલા પ્લાસ્ટિક વેસ્ટના કારખાના અને 6 ગામોમાં 37 ટીમ બનાવી સ્ક્રિનિંગ હાથ ધરાયું...જેમાં 2 કોલેરાના અને 27 કેસ ઝાડા-ઉલ્ટીના સામે આવ્યા...પીવા લાયક પાણી ન હતા તેવા 6 કારખાના સિલ કરવામાં આવ્યા...જ્યારે 2 કારખાનામાં તો કુવામાંથી પાણી લેતા હોવાનું સામે આવ્યું...
ગાંધીનગર શહેરના પેથાપુર, સેક્ટર 13 અને ગોકુળપુરા વિસ્તારમાં કોલેરાના કેસો સામે આવ્યા હતા...પેથાપુરમાં 30 મેએ કોલેરાનો પ્રથમ કેસ મળતા 26 જુન સુધી કોલેરા નિયંત્રણ કામગીરી શરૂ કરવામાં આવી...જેમાં કુલ 4 કેસ મળી આવ્યા...સેક્ટર 13માં 7 જૂને પ્રથમ કેસ આવ્યો...અહીં 27 જુન સુધી કોલેરા નિયંત્રણ કામગીરી શરૂ કરવામાં આવી આ અંતર્ગત કુલ 3 કેસ સામે આવ્યા...ગોકુળપુરા વિસ્તારમાં 12 જૂને કોલેરાનો પ્રથમ કેસ નોંધાયો...અહીં હાલ કોલેરા નિયંત્રણની કામગીરી શરૂ છે...કામગીરી દરમિયાન કુલ 6 કેસ સામે આવ્યા...દહેગામમાં કોલેરાના 2 કેસ અને કલોલ અને શિહોલીમાં 1-1 કેસ કોલેરાના સામે આવ્યા...