રાહુલ અને સોનિયા ગાંધી સહિતના કોગ્રેસી નેતાઓ જામીન પરઃ સી.આર.પાટીલ
Continues below advertisement
કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયા એ સીઆર પાટીલ પર કરેલા આક્ષેપો મામલે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે આકરી પ્રતિક્રિયા આપી હતી.. ધારી ખાતે ચુંટણી પ્રચારમા આવેલા સીઆર પાટીલે માધ્યમો સાથે વાત કરતા જણાવ્યું હતું કે મોઢવાડિયા એ જુઠવાડીયા છે અને પેટા ચૂંટણીમાં હાર ભાળી ગયેલા કોંગ્રેસના નેતાઓ ચુંટણી પ્રચારને ડાયવર્ટ કરવા માંગે છે. સીઆર પાટીલે જણાવ્યું હતું કે તેમના પર કોઈ કેસ નથી અને તેના પુરાવા સ્વરૂપ એ વર્ષ 2019નુ એફિડેવિટ પણ આપ્યુ હતું.. કોંગ્રેસ પર વળતો પ્રહાર કરતા પાટીલે જણાવ્યું હતું કે કેસ તો રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સામે છે. મોઢવાડિયાએ તેમનું રાજીનામું માંગવું જોઈએ..અને વકીલ મારફતે નોટિસ આપીશ અને માનહાનીનો દાવો કરીશ તેવી વાત કરી હતી.
Continues below advertisement