Surat Crime : યુવતીએ ફાર્મ હાઉસમાં પડાવ્યા ફોટા, યુવકે મોર્ફ કરી બનાવ્યા અશ્લીલ ફોટા ને પછી તો....
Continues below advertisement
સુરતમાં બ્લેકમેલિંગ કરતી ટોળકીનું કારસ્તાન સામે આવ્યું છે. યુવતીના ફોટા વાયરલ કરવાની ધમકી આપી લાખો રૂપિયા પડાવ્યા. મોટા વરાછામાં રહેતી યુવતી આઈટીનો અભ્યાસ કરે છે. સંદીપ નામના શખ્સે તેને પનવેલ પોઇન્ટ પાસેથી હોટલ અને સેવણીના ફાર્મ હાઉસમાં મળવાના બહાને બોલાવીને ફોટા પાડી લીધા અને મોર્ફ કરી અશ્લીલ બનાવ્યા. બાદમાં ફોટાને સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી નાણાની માંગ કરવાનું શરૂ કર્યું. કોલેજીયન યુવતીએ બદનામી થવાના ડરથી ગભરાઈ રોકડ 20.50 લાખ અને 1 લાખની કિંમતની હીરા જડીત બુટ્ટી એમ કુલ મળીને 21 લાખથી વધુની રકમ આપી. જો કે બાદમાં યુવતીએ પિતાને વાત કરતાં ઉતરાણ પોલીસ મથકમાં ચાર યુવાનો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. ઉતરાણ પોલીસે આરોપીની ધરપકડ કરવા ચક્રોગતિમાન કર્યા છે.
Continues below advertisement