નોકરીની લાલચ આપી રાજકોટની યુવતી પર સામૂહિક બળાત્કાર, પાંચ જણા સામે નોંધાઇ ફરિયાદ
Continues below advertisement
સોશલ મીડિયા થકી રાજકોટની યુવતીનો સંપર્ક સાધી કોર્પોરેટ કંપનીમાં નોકરી આપવાનું કહીને અમદાવાદ શહેરના પાંચ યુવકે સામૂહિક બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ અમદાવાદ મહિલા ક્રાઈમબ્રાંચમાં નોંધાઈ છે. એક યુવકે યુવતીને અમદાવાદની હોટલમાં બોલાવી અન્ય બે પુરુષો સાથે યુવતીની ઓળખાણ કરાવી હતી. ત્યાર બાદ તેને આબુ અને ત્યાંથી ઉદેપુર લઈ ગયા હતા. જ્યાં કોલ્ડ્રિંકમાં દારૂ ભેળવી યુવતીને બેભાન કરી બંનેએ યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં યુવતીનો વીડિયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી પાંચેય આરોપીઓ દુષ્કર્મ આચરતા હતા. યુવતીએ પ્રજ્ઞેશ પટેલ, જિતેંદ્રપુરી ગોસ્વામી, માલદેવ ભરવાડ, જયમીન પટેલ અને નિલમ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી.
Continues below advertisement