જિયા ખાન સુસાઇડ કેસ સીબીઆઇની  કોર્ટમાં ટ્રાન્સફર, જાણો 9 વર્ષથી ન્યાય માટે  લડતી દિવંગત એક્ટ્રેસની માતાએ શું કહ્યું?

Continues below advertisement

બોલિવૂડની દિવંગત એકટ્રેસ  જિયા ખાનની કથિત સુસાઇડની ઘટનાને  9 વર્ષ જેટલો સમય વિતી ગયો. જો કે હજું સુધી તેને ન્યાય નથી મળ્યો. જિયા ખાન કથિત સુસાઇડ કેસને સીબીઆઇની સ્પેશિયલ કોર્ટમાં ટાન્સફર કરવાનો નિર્ણય કર્યો છે.જેના કારણે સુરજ પંચોલીની મુ્શ્કેલી વધી છે. જિયા ખાનની માતા રાબિયાએ આ નિર્ણયને આવકાર્યો છે. જિયા ખાનની કથિત સુસાઇડનો કેસ સીબીઆઇની સ્પેશિયલ કોર્ટમાં ટ્રાન્સફર થતાં માતા રાબિયાએ કહ્યું કે, છેલ્લા 9 વર્ષથી હું જે સવાલનો જવાબ શોધી રહી હતી. તે કદાચ હવે મળી જશે. રાબિયાએ  આરોપ મૂક્યો છે કે, તેમની દીકરીની હત્યા થઇ છે. હવે આ કેસ સીબીઆઇ કોર્ટમાં ટ્રાન્સફર જતાં મહારાષ્ટ્ર પોલીસ સીબીઆઇની સ્પેશ્યલ કોર્ટને દરેક પુરાવાની રિપોર્ટ સોંપશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram