અમદાવાદમાં જામ્યુ ચોમાસું, વીડિયોમાં જુઓ કેવો પડી રહ્યો છે વરસાદ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અમદાવાદઃ ગઈ કાલે મોડી રાતથી અમદાવાદમાં વરસાદનું આગમન થઈ ગયું છે. આજે વહેલી સવારે પણ અમદાવાદમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. શહેરના સેટેટલાઈટ, રામદેવનગર,શીવરંજની, નેહરુનાગર, ઘાટલોડિયા, સાયન્સસિટી, હાઇકોર્ટ વિસ્તાર, સરખેજ, ઉજાલા સર્કલ, વેજલપુર, પ્રહલાદનગર સહિત સમગ્ર અમદાવાદમાં વરસાદ વરસી રહ્યો છે. વરસાદને કારણે સમગ્ર અમદાવાદમાં ઠેર ઠેર પાણી ભરાઇ ગયા છે. વરસાદને કારણે જનજીવનને અસર પડી હતી. સવારે નોકરી-ધંધે જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જોકે, વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોમાં ખુશી જોવા મળી હતી.