Morbi | મચ્છુ-3 ડેમમાં મનાઈ છતા 2 આયોજકોએ કરાવ્યું વિસર્જન અને પછી... જુઓ શું થઈ કાર્યવાહી?
મોરબી જિલ્લામાં ગણેશ વિસર્જન માટે નગરપાલિકાએ વ્યવસ્થા ગોઠવી કૃત્રિમ કુંડમાં ગણેશ વિસર્જનની વ્યવસ્થા ગોઠવી હોવા છતાં બે આયોજકો દ્વારા મંગળવારે મોડી રાત્રે ધમાલ કરી પોલીસની મનાઈ છતાં કંડલા બાયપાસ ઉપર મચ્છુ -3 ડેમમાં ક્રેઇન વડે વિશાળ ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરતા બન્ને આયોજકો વિરુદ્ધ જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કરવામાં આવી હતી.
રાજ્યમાં દર વર્ષે ગણેશોત્સવ બાદ મૂર્તિ વિસર્જન સમયે ડૂબી જવાના અનેક બનાવો બનતા હોવાની સાથે ગણેશજીની પ્રતિમા બનાવવામાં ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટર ઓફ પેરિસને કારણે પ્રદુષણ ફેલાતું હોવા ઉપરાંત જળચર જીવોની જિંદગી જોખમમાં મુકાતી હોય મોરબીમાં પણ ગણેશોત્સવ બાદ મૂર્તિ વિસર્જન માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. સાથે જ મોરબી નગરપાલિકા દ્વારા ચાર સ્થળે કલેક્શન સેન્ટર ઉભા કરી કૃત્રિમ કુંડમાં મૂર્તિ વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવી હતી.