Lebanon walkie-talkie blasts | ફરી વોકી ટોકી બ્લાસ્ટથી હચમચી ગ્યું લેબનાન, 20થી વધુના મોત

Continues below advertisement

બુધવારે સતત બીજા દિવસે લેબનાનની રાજધાની બેરૂત સહિત અનેક શહેરોમાં વિસ્ફોટ થયા હતા. આ વખતે બ્લાસ્ટ માટે વૉકી-ટૉકીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઓછામાં ઓછા 20 લોકો માર્યા ગયા અને 450 થી વધુ ઘાયલ થયા છે. નોંધનીય છે કે એક દિવસ અગાઉ 17 સપ્ટેમ્બરે લેબનાનમાં હજારો પેજરમાં બ્લાસ્ટ થતાં ઓછામાં ઓછા 12 લોકો માર્યા ગયા હતા અને 2,800થી વધુ ઘાયલ થયા હતા. આ રીતે લેબનોનમાં 2 દિવસમાં 32 લોકોએ જીવ ગુમાવ્યા છે.

લેબનાનમાં ઈરાન સમર્થિત સંગઠન હિઝબુલ્લાહના આતંકીઓ એકબીજા સાથે વાતચીત કરવા પેજર અને વોકી-ટોકીનો ઉપયોગ કરે છે. હિઝબુલ્લાહે આ હુમલાઓ માટે ઈઝરાયેલને જવાબદાર ઠેરવ્યું છે. પેજર બ્લાસ્ટમાં હિઝબુલ્લાના સાંસદના પુત્રનું મોત થયું છે. અંતિમયાત્રા દરમિયાન એમ્બ્યુલન્સમાં વૉકી-ટૉકી વડે બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો.

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram