Hu to Bolish | હું તો બોલીશ | પ્રકૃતિનું સત્યાનાશ કરતું બોર્ડ?
એક તરફ વૃક્ષો વાવવા માટે જાગૃત્તિના કાર્યક્રમો અને પ્રયાસો થઈ રહ્યા છે...ત્યારે અમદાવાદમાં 2 જાહેર ખબર એજન્સીઓએ 600 જેટલા વૃક્ષો કાપી નાખ્યા. અને એ પણ એટલા માટે કે તેમણે લગાવેલા હોર્ડિંગ વૃક્ષોના કારણે દેખાતા નહોતા. આ બંને એજન્સીઓ છે ચિત્રા પબ્લિસિટી અને ઝવેરી રિયાલીટી. એડવર્ટાઈઝિંગ એજન્સીઓએ તેમના જાહેરાતના બોર્ડ સ્ટ્રીટ લાઈટના થાંભલા પર લગાવેલા હતા. જે વૃક્ષોના કારણે ઢંકાઈ જતા હતા. જેથી ડિવાઈડર પર ગાર્ડન વિભાગે લગાવેલા 600 ઝાડને ઠુંઠા કરી નાખ્યામાં આવ્યા. આ માટે કોર્પોરેશને બંનેને 50-50 લાખનો દંડ ફટકાર્યો છે. સાથે શહેરમાં 2 હજાર છોડ વાવી તેના ઉછેરનો સંપૂર્ણ ખર્ચ તેમની પાસેથી વસુલવામાં આવશે તેવી નોટીસ પણ આપી છે..
બંને એજન્સીઓએ કેટલા વૃક્ષો ક્યાં કાપી નાખ્યા તે ગ્રાફિક્સ મારફતે જોઈશું....પહેલા વાત કરી લઈએ ચિત્રા પબ્લિસિટીની....તો તેણે સોલા બ્રિજથી શુકન મોલ સુધી સાયન્સ સીટી રોડ પર 17 વૃક્ષો કાપી નાખ્યા...અંકુરથી કામેશ્વર મંદિર તરફના જતા રોડ પર 7 વૃક્ષોને ઠુંઠા કરી નાંખ્યા.