Hu to Bolish | હું તો બોલીશ | બુટલેગરની વરદીવાળી બહેનપણી
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકચ્છ જિલ્લાના ભચાઉમાં બુટલેગર સાથે ઝડપાઈ મહિલા પોલીસકર્મી... તે પણ દારૂની ખેપ મારતા.. પોલીસને બાતમી મળી હતી કે, મોટી ચીરઈ ગામનો કૂખ્યાત બૂટલેગર યુવરાજસિંહ જાડેજા સામખિયારીથી ગાંધીધામ દારૂ લઈને જઈ રહ્યો છે...ભચાઉના ચોપડવા બ્રિજ નીચે સર્વિસ રોડ પર પોલીસે વોચ ગોઠવી હતી... આ દરમિયાન થાર કારમાં યુવરાજસિંહ નીકળ્યો... પોલીસને જોતા જ તેણે કાર ભગાવી... અને પોલીસ પર કાર ચડાવવાનો પ્રયાસ કર્યો...PSIએ સ્વબચાવમાં ગાડીના બમ્પર ગાર્ડ પર ફાયરિંગ કરતાં જ યુવરાજસિંહે કાર રોકી...પોલીસે કારની તલાશી લેતા તેમાં CID ક્રાઈમની મહિલા પોલીસકર્મી નીતા ચૌધરી પણ સવાર હતી...પોલીસે બુટલેગર યુવરાજસિંહ અને મહિલા પોલીસકર્મી નીતા ચૌધરીની ધરપકડ કરી છે...આરોપીઓ સામે પ્રોહીબિશન, હત્યાનો પ્રયાસ સહિતના ગુના હેઠળ તપાસ હાથ ધરવામાં આવી છે...કારમાંથી દારૂ અને બિયરનો જથ્થો પણ મળી આવ્યો...બુટલેગર યુવરાજસિંહ સામે અગાઉ 16 ગુના નોંધાઈ ચૂક્યા છે... તો મહિલા પોલીસકર્મી નીતા ચૌધરી પણ અગાઉ વિવાદોમાં રહી ચૂકી છે...સોશિયલ મીડિયામાં તેણે પોતાની અનેક રીલ્સ પોસ્ટ કરી છે..