Hu to Bolish | હું તો બોલીશ | દારૂનો દરિયો...દવાખાનાથી લઈ ગામ સુધી
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ... જ્યાં શનિવારની રાત્રે એક રેસિડેન્ટ ડૉક્ટરની કરતૂતનો ભાંડો ફૂટ્યો...એક રેસિડેન્ટ ડૉક્ટર થાઈલેન્ડની યુવતીને ચોરીછૂપીથી હોસ્ટેલમાં લાવ્યો...જો કે, રંગરેલિયા મનાવે તે પહેલાં જ કોઈ વાતને લઈ થાઈલેન્ડની યુવતી સાથે તેનો ઝઘડો થયો...ઉશ્કેરાઈને રેસિડેન્ટ ડૉક્ટરે થાઈલેન્ડની યુવતીને લાફો મારી દીધો...જેથી યુવતી રૂમમાંથી બહાર દોડી આવી...બૂમાબૂમ થતાં અન્ય ડૉક્ટરો અને સ્ટાફ પણ બહાર દોડી આવ્યો...ગભરાઈ ગયેલી થાઈલેન્ડની યુવતીએ સિક્યુરિટી ગાર્ડ અને અહીં તહેનાત પોલીસકર્મીઓ પાસે મદદ માગી... બાદમાં આ મામલો વરાછા પોલીસ સ્ટેશને પણ પહોંચ્યો... જ્યાં રેસિડેન્ટ ડૉક્ટર અને થાઈલેન્ડની યુવતી વચ્ચે સમાધાન થયું...થાઈલેન્ડની યુવતીને બોલાવનાર રેસિડેન્ટ ડૉક્ટર અગાઉ પણ વિવાદમાં આવી ચૂક્યો છે...હાલ તો સ્મીમેર મેડિકલ કૉલેજના ડીને કમિટી રચી તપાસના આદેશ આપ્યા છે...જો કે, ચર્ચા એવી છે કે સ્મીમેર મેડિકલ કૉલેજમાં આવા તો અનેક કાંડ ચાલી રહ્યા છે..
જેનો એક કાંડ ABP અસ્મિતાના રિયાલિટી ચેકમાં બહાર આવ્યો...અમારી ટીમે હોસ્ટેલ કેમ્પસમાં રિયાલિટી ચેક કર્યું તો અહીંથી દારૂની બોટલો મળી આવી... એટલું જ નહીં... ચરસ-ગાંજો પીવાના ખાલી ખોખા પણ મળી આવ્યા...ચર્ચા એવી છે કે, ઓર્થો વિભાગના તબીબે જન્મદિનનું આયોજન કર્યું હતું... જન્મદિનની ઉજવણી માટે દારૂની બોટલ મગાવી હતી...જો કે, સવાલ એ છે કે, શું સ્મીમેર હોસ્પિટલમાં ડૉક્ટરની હોસ્ટેલ અય્યાશીનો અડ્ડો બની ચૂકી છે...