Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસંસદના છઠ્ઠા દિવસે રાજ્યસભા અને લોકસભામાં જોરદાર હંગામો થયો...લોકસભામાં રાહુલ ગાંધી આજે આક્રમક અંદાજમાં દેખાયા...રાહુલ ગાંધીએ લોકસભામાં વિપક્ષના નેતા તરીકે પ્રથમ ભાષણ આપ્યું....90 મિનિટના ભાષણની શરૂઆત ભગવાન શિવનો ફોટો બતાવીને કરી...બાદમાં ભાજપ અને RSS પર નિશાન સાધ્યું..કે જે પોતાને હિંદુ કહે છે તે જ હિંસા હિંસા કરે છે....ખુદ પીએમ મોદી બોલવા માટે ઉભા થયા અને પલટવાર કર્યો કે, આખા હિંદુ સમાજને હિંસક કહેવું ગંભીર બાબત...અમિત શાહે પણ રાહુલ ગાંધીને માફી માંગવા કહ્યું....
રાહુલ ગાંધીએ લોકસભામાં ભાજપને મોટો પડકાર ફેંક્યો...રાહુલ ગાંધીએ ભવિષ્યવાણી કરી કે હવે ભાજપને તેના ગઢ ગુજરાતમાં હરાવીશું...કૉંગ્રેસે લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાંથી એક માત્ર બેઠક બનાસકાંઠા જીતી છે...જ્યારે હાલ વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યનું સંખ્યાબળ 12 છે....