Hu to Bolish | હું તો બોલીશ | કરંટ લાગવાનું નક્કી
Continues below advertisement
રાજ્યમાં સત્તાવાર ચોમાસું બેસી ગયું છે. ત્યારે શરૂઆત કરીએ વીજ વિભાગની બેદરકારીથી. આ બે દ્રશ્યો છે છોટાઉદેપુર અને પાટણના. અહીં વીજ વિભાગના પાપે બે વ્યકિતએ જીવ ગુમાવ્યો. પહેલી ઘટના 11 જૂનની છે. અહીં છોટાઉદેપુરના રોજકૂવા ગામે ઢેબર ફળિયામાં ખાટલામાં સૂતેલા નિલેશ રાઠવા પર જીવતો વીજ વાયર પડ્યો. જેમાં નિલેશ રાઠવાનું મોત થયું. તો બીજી ઘટના 24 મેની છે. પાટણના ચાણસ્મામાં વીજ કરંટ લાગતા ખેડૂતનું મોત થયું. મેરવાળા ગામના 45 વર્ષીય ખેડૂત પોતાના ખેતરમાં કામ કરી રહ્યા હતા. ત્યારે જ વીજ કરંટ લાગ્યો અને સ્થળ પર જ મોત થયું. બંને ઘટનામાં મૃતકના પરિવારોએ વીજ કંપનીની બેદરકારીના આરોપ લગાવ્યા. સામાન્ય રીતે તો ચોમાસા પહેલા પ્રિ-મોન્સૂનની કામગીરી પૂર્ણ કરવાની હોય છે.. પરંતું રાજ્યમાં પ્રિ-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ થઈ હોય તેવું ચિત્ર ઉપસ્યું છે....
Continues below advertisement
Tags :
Hu To Bolish