Hu to Bolish | હું તો બોલીશ | હજુ નહીં સુધરો?
મોરબીની મચ્છૂ નદી... જેમાં બની રહી છે મોટી દીવાલ...અને આ દિવાલ બનાવી છે BAPS સ્વામીનારાયણ સંપ્રદાયે....ચોમાસા પહેલાં જ નદીમાં આ દીવાલ બનતા મોરબીવાસીઓના શ્વાસ અદ્ધર થઈ ગયા છે... કેમ કે, મોરબીવાસીઓને ડર છે કે, દીવાલના કારણે મચ્છૂ નદીના પાણીના પ્રવાહને અવરોધ ઉભો થશે અને મચ્છૂના પાણી શહેરમાં ઘૂસી જશે....મોરબીના એક વ્યક્તિના ધ્યાનમાં આ વાત આવતા જિલ્લા કલેક્ટરને અરજી કરી... અરજીને લઈ કલેક્ટરે કમિટી રચી તપાસના આદેશ આપ્યા છે....તો આ તરફ DLR વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને જમીનની માપણી કરી...કલેક્ટરના અનુસાર, પોતાની માલિકીની જમીન હોય તો પણ નદીની અંદર મંજૂરી વિના બાંધકામ ન કરી શકાય... જો બાંધકામ ગેરકાયદે હશે તો તોડી પડાશે...તો આ તરફ સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોએ આ મુદ્દે બોલવાનું ટાળ્યું... મંદિરના પ્રતિનિધિ ભરતભાઈ બાપોલિયા મીડિયા સમક્ષ આવ્યા અને દાવો કર્યો કે, રાજાશાહી વખતની દીવાલ હતી... જે અમે ઊંચી કરી છે...