Hu to Bolish | હું તો બોલીશ | શિક્ષકોની અછત સામે કેટલી થશે ભરતી?
Continues below advertisement
શિક્ષકોની અછત સામે કેટલી થશે ભરતી?
ગાંધીનગરમાં સતત બે દિવસ TET અને TAT પાસ ઉમેદવારોએ મચાવ્યો હલ્લાબોલ. અંતે સરકારે નિર્ણય કર્યો કે આગામી 3 મહિનામાં સાડા સાત હજાર જેટલા ટાટ પાસ ઉમેદવારોની કાયમી ભરતી કરાશે. તો ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારોની પણ ભરતી પ્રક્રિયા ટૂંક સમયમાં હાથ ધરાશે. માધ્યમિક એટલે કે ધોરણ 9 અને ધોરણ 10ની સરકારી શાળામાં કુલ 500 અને ગ્રાન્ટ-ઇન-એડ શાળામાં 3,000 એમ કુલ 3,500 ટાટ-સેકન્ડરી પાસ થયેલા ઉમેદવારોની ભરતી કરાશે. જ્યારે ઉચ્ચર માધ્યમિક એટલે કે ધોરણ 11 અને ધોરણ 12માં સરકારી શાળામાં 750 અને ગ્રાન્ટ-ઇન–એડ શાળામાં 3,250 એમ મળીને ટાટ-હાયર સેકન્ડરીના કુલ 4,000 જેટલા ઉમેદવારોની ભરતી કરાશે. રાજ્ય સરકારના અનુસાર, છેલ્લા 10 વર્ષમાં કુલ 18 હજાર, 382 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરાઈ છે..
Continues below advertisement