Hun To Bolish : હું તો બોલીશ : કળિયુગના કંસ

Continues below advertisement

આજે પાટણ પોલીસે બનાસકાંઠાના દાદરથી કામલપૂર જવાના બ્રિજ નીચે શોધખોળ હાથ ધરી. આરોપીઓએ પોલીસ સમક્ષ મોટો ખુલાસો કર્યો કે, તેમણે એક દિવસની બાળકીને નદીના પટમા દફનાવી દીધી છે. શિલ્પા અને સુરેશ ઠાકોર નામનો આરોપી બાળકીને કચ્છના આડેસરથી તસ્કરી કરવા લઈ આવ્યા હતા. બાળકીની તબિયત બગડતા હોસ્પિટલ દાખલ કરવામાં આવી હતી. જ્યાં બાળકીનું મૃત્યુ થયું...જેથી આ બંનેએ નદીના પટમાં મૃત બાળકીને દાટી હતી. જોકે હજુ સુધી SOGને બાળકીના કોઈ અવશેષ નથી મળ્યા. આખા દિવસની શોધખોળ બાદ પોલીસને ખોદકામમાં માત્ર મીઠું મળ્યું. મીઠુ અને માટી SOGએ FSLમાં મોકલી આપી.. તો આ મુદ્દે ડોગ સ્ક્વોડની પણ મદદ લેવાઈ છે. નરેશ રબારી અને ધીરેન ઠાકોરે નવજાત શિશુને સુરેશ ઠાકોરને આપ્યું હતું. નરેશ રબારીએ આપેલી આ બાળકી એક કે બે દિવસની હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. જોકે, બાળકીનું મોત થતા સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોરે મૃત બાળકીને નદીના પટમાં દાટી દીધું હતું. નરેશ દેસાઈ અને ધીરેન ઠાકોર નામ સામે આવતા SOGએ અટકાયત કરી છે. નરેશ દેસાઈ આડેસરમાં બોગસ ડોક્ટર તરીકે કામ કરતો હતો. તો ધીરેન ઠાકોર પણ પેલા ખાનગી હોસ્પિટલમાં કામ કરતો. હાલ SOGએ બેની અટક કરી તપાસ શરૂ કરી છે..

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram