Hu to Bolish | હું તો બોલીશ | દારૂનું ગોડાઉન કોનું પાપ?
ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં ચાલ્યું પ્રશાસનનું બુલડોઝર. બે દિવસ પહેલા પુરવઠા વિભાગની ટીમે અનાજના ગોડાઉનમાં દરોડો પાડ્યો. જ્યાંથી 194 કટ્ટા ચોખાના. 17 બાલશક્તિના પેકેટ અને 1300થી વધુ વિદેશી દારૂની બોટલો મળી આવી. એટલું જ નહીં તપાસમાં અનાજનું ગોડાઉન ગેરકાયદે બનેલું હોવાનું ધ્યાને આવતા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ ગોડાઉનને તોડી પાડવા આદેશ કર્યો. જેને લઈને પોલીસને સાથે રાખી ગેરકાયદે ગોડાઉન પર બુલડોઝર ફેરવી દેવાયું. આ મુદ્દે ઉના SDMનું કહેવું હતું કે, સરકારી જમીન પર દબાણ હતું જે દૂર કરાયું છે. આખી ઘટનામાં અત્યારસુધી 2 વ્યક્તિઓની સામેલગીરી સામે આવી છે. મૂળ ઉનાના જ દિનેશ બાબુ સોલંકીએ આ ગોડાઉન બનાવ્યું હોવાની કબૂલાત મામલતદાર સમક્ષ કરી હોવાની વાત સામે આવી છે. અને આ કબૂલાત મુજબ આ ગોડાઉન તેણે યોગેશગીરી લક્ષ્મણગીરી ગોસ્વામીને છેલ્લા 4 વર્ષથી ભાડે આપેલું છે. અને તેની પાસેથી પ્રતિ મહિને 4 હજાર રૂપિયા ભાડુ લેતો હતો. યોગેશગીરી મૂળ ખાંભાનો વતની હોવાનો જાણવા મળ્યું છે.