Hu to Bolish | હું તો બોલીશ | આ દવા મારી નાંખશે!
Download ABP Live App and Watch All Latest Videos
View In Appખાદ્યપદાર્થોમાં ભેળસેળ, તૈયાર ખાદ્ય પદાર્થમાં ગરોળી, દેડકા, ઉંદર મળવાનું તો જાણે થોડા સમયથી રોજિંદુ બની ગયું છે... પરંતું આ વચ્ચે જ સૌથી ગંભીર બાબત સામે આવી છે તે છે ગાંધીનગરના કલોલ તાલુકાના છત્રાલમાંથી તો આખી બોગસ મેડિકલ એજન્સી જ ઝડપાઈ... બે દિવસ પૂર્વે પકડાયેલી બનાવટી દવાઓની ફેકટરીની પ્રારંભિક તપાસમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ધ્યાને આવ્યું કે છત્રાલમાં તો આખી બોગસ મેડિકલ એજન્સી જ ધમધમે છે.. જેના આધારે છત્રાલ જીઆઈડીસીના પ્લોટ નં 23માં આવેલી ઈવાઈન બાયોટેકમાં દરોડો પાડ્યો.. તપાસ કરતા જ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ ચોંકી ઉઠી કારણ કે અહીં માલિક અંકિત પ્રજાપતિએ કોઈ પણ જાતની મંજૂરી વગર એલોપેથી દવાની એજન્સી ઉભી કરી દીધી હતી... આટલું જ નહીં કેટલીક દવાઓ માર્કેટમાંથી તો કેટલીક દવાઓના જાતે લેબલો લગાડી બારોબાર વેચાણ શરૂ કરી દીધાનો પર્દાફાશ થયો... આટલું ઓછુ હોય તેમ પૂછપરછમાં એ પણ સામે આવ્યું કે ઈવાઈન બાયોટેકના સંચાલકોએ તો બનાવટી એઝીથ્રોમાઈસિનનો 100 કિલો જથ્થો પંચમહાલના હાલોલની આયાન્સ ફોર્મ્યુલેશન પ્રા. લિને વેચી મારી હતી... પ્રાથમિક તપાસમાં છ માસથી આવી રીતે ગેરકાયદેસર અને વગર લાયસન્સે દવાની એજન્સી ચાલુ કરી વેચાણ કરતા હતાં....