Hu to Bolish | હું તો બોલીશ | શિક્ષકનું સાચુ સન્માન
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડાલી તાલુકાના નવા ચામુ ગામના વતની અને શાળા નંબર 4 ના આચાર્ય તરીકે સેવા બજાવનાર કુશળ સંગઠક શિક્ષણ વિભાગની વિવિધ જગ્યાઓમાં સફળ નેતૃત્વ કરનાર ગિરીશભાઈ અમૃતલાલ બ્રહ્મભટ્ટનો ખૂબ જ ભવ્ય રીતે વિદાય અને સન્માન સમારંભ યોજાયો
આ સમારંભમાં ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના નાયબ નિયામક હર્ષદભાઈ ચૌધરી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુજરાત પ્રાંતના સહકાર્યવાહ પ્રકાશભાઈ પરમાર સાબરકાંઠા જિલ્લા લોકસભા સાંસદ શોભનાબેન બારૈયા ઇડર વડાલી વિધાનસભાના ધારાસભ્ય રમણલાલ વોરા જિલ્લા શિક્ષણ અધિકારી મિતાબેન ગઢવી પ્રાથમિક શિક્ષણ અધિકારી કેયુરભાઈ ઉપાધ્યાય વગેરેની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી
આ સમારંભમાં વડાલી તાલુકા ના તમામ શિક્ષક મિત્રો વડાલી તાલુકા માંથી વિવિધ ક્ષેત્રના મહાનુભાવો વડાલી નગરપાલિકા વગેરે દ્વારા મોટી સંખ્યામાં તેમનું સન્માન કરવામાં આવ્યું હતું તેમની શિક્ષણની કાર્યપ્રણાલીને લઈને તેમની શાળાના વિસ્તારમાં આવતા મોટાભાગના લોકો દ્વારા ભાવભીની વિદાય આપવામાં આવી હતી