Hu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમરેલી જિલ્લા પંચાયતના ભાજપના સભ્ય વિપુલ દુધાતે જ ખોલી દારૂબંધીની પોલ. વિપુલ દુધાતે લીલીયા ગામમાંથી દારૂ પકડી વિડિયો શેર કર્યો અને દારૂબંધી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા. લીલીયા ગામમાં દેશી-વિદેશી દારૂનું વેચાણ થતું હોવાની ફરિયાદ તેમના સુધી આવી હતી..જેથી લીલીયા નાવલી નદીના પાછળના ભાગની શેરીમાં તે જાતે તપાસ માટે પહોચ્યા. જ્યાં બે શખ્સો દારૂ વેચતા હોવાનું સામે આવતા મોટર સાયકલની ડેકીમાંથી દેશી દારૂની પોટલી મળી. આ બાબતે લીલીયા પી.એસ.આઇને જાણ કરતા પોલીસ સ્ટાફને સ્થળ પર મોકલવામાં આવ્યા. વિપુલ દુધાતનો આરોપ છે પોલીસને મોટર સાયકલની ડેકીમાંથી મળી આવેલ દેશી દારૂની પોટલીઓ સોંપી હતી. પરંતુ પોલીસે તેની સામે કાર્યવાહી કરવી જોઈએ તે કાર્યવાહી નથી કરી. સાથે જ સરકારને બદનામ કરવા માટે મોટા અધિકારીઓ સંડોવાયેલા હોવાનો આરોપ વિપુલ દુધાતે લગાવ્યો. ભાજપના નેતા વિપુલ દુધાત આ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી સુધી રજૂઆત કરશે. જિલ્લા પંચાયતના સભ્ય વિપુલ દૂધાત IPS હરેશ દૂધાતના નાના ભાઈ છે.
બુટલેગર સાથે ઝડપાયેલ CID ક્રાઈમની કોન્સ્ટેબલ નીતા ચૌધરી. કે જેણે પોલીસ ઉપર ગાડી ચડાવવાનો પ્રયાસ કર્યો હતો. તેને ધરપકડના એક જ દિવસ બાદ જામીન મળી ગયા. નીતા ચૌધરીને ભચાઉ કોર્ટે પોલીસ પર હુમલાના કેસમાં 25 હજારના બોન્ડ પર જામીન આપ્યા. જો કે દારૂના કેસમાં તેની ફરી ધરપકડ કરવામાં આવી છે. ભચાઉના રીઢા બૂટલેગર સાથે પોતાની થાર જીપમાં દારૂની ખેપ મારતી ઝડપાઈ હતી. નીતા ચૌધરીની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે કે, તે રાજસ્થાનથી દારૂ લઈ કચ્છ આવેલી હતી. આરોપી નીતા ચૌધરી CID ક્રાઇમમાં ડેપ્યુટેશન પર ગાંધીધામમાં ફરજ બજાવતી હતી.
6 જૂને ખેડાના ગળતેશ્વર તાલુકાનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં બાળક પાસે બુટલેગર દારૂની ડિલિવરી કરી રહ્યા હતા. વીડિયો જેણે બનાવ્યો તે વ્યક્તિ ઉપર પણ બુટલેગરે હુમલો કર્યો હોવાનો આરોપ હતો. જેમાં રાજકીય વગ ધરાવતા બુટલેગર ઈશ્વર પરમારની ધરપકડ કરાઈ હતી. આ બુટલેગરની પત્નિ ગળતેશ્વર તાલુકા પંચાયતની અપક્ષ સભ્ય છે.