Hun To Bolish : હું તો બોલીશ : આ છે ખલનાયક

Continues below advertisement

અમદાવાદના રખિયાલ અને બાપુનગર વિસ્તારના આ દ્રશ્યો જુઓ. રીતસરની જાહેર માર્ગ પર ગુંડાગર્દી થઈ રહી છે. હાથમાં તલવારો લઈ લુખ્ખાઓ આતંક મચાવી રહ્યા છે.. એટલું જ નહીં ત્યાં હાજર પોલીસને પણ તલવાર બતાવી લુખ્ખાઓએ PCR વાનમાં બેસાડી દીધા. વાનનો દરવાજો બંધ કરી જતા રહેવાની પણ ધમકી આપી. 

ગઈકાલે રાત્રે 11 વાગ્યાની આસપાસ 6 નફ્ફટ ગુંડાઓએ તલવારો સાથે પહેલા તો રખિયાલના ગરીબનગર પાસે આતંક મચાવ્યો. રખિયાલ નૂર હોટલથી શરૂ થયેલી માથાકૂટ બાપુનગર પોલીસની હદ સુધી પહોંચી. અહીં પણ તલવારોના સહારે આખા વિસ્તારને બાનમાં લીધો. પોલીસકર્મીઓ પણ મુંગા મોઢે ડરીને તમાશો જોતા રહ્યા. જો કે, ફરજમાં બેદરકારી દાખવવા બદલ PCR વાનના 2 પોલીસકર્મી હેડ કોન્સ્ટેબલ ખુમાનસિંહ અને કોન્સ્ટેબલ મિતેષને સસ્પેન્ડ કરાયા છે. 

બીજી તરફ પોલીસે ફઝલ અહેમદ શેખ અને સમીર ઉર્ફે ચીકના મહેબૂબ મિયા શેખ નામના લુખ્ખાઓને દબોચી લીધા છે. જ્યારે અન્ય 4 ગુંડાઓની શોધખોળ ચાલી રહી છે. પોલીસે મુખ્ય આરોપી ફઝલ શેખની ટાંટિયા તોડ સરભરા કરી. તો આ 6 લુખ્ખાઓ સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરાશે. કેમ કે, તેમનો ગુનાહિત ઈતિહાસ રહ્યો છે. ફઝલ શેખ વિરુદ્ધ અગાઉ 16 ગુના નોંધાઈ ચૂક્યા છે. 2018માં અને એપ્રિલ 2024માં 2 વખત પાસા લગાવાયો હતો અને એક વખત તડીપાર કરાયો હતો તો અન્ય આરોપીઓ સામે પણ 3 થી4 વખત પાસા લગાવાયો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram