Hun To Bolish | હું તો બોલીશ | આ દાવમાં કેટલો દમ?
Hun To Bolish | હું તો બોલીશ | આ દાવમાં કેટલો દમ?
અરવિંદ કેજરીવાલે સાંજે અંદાજે પોણા 5 વાગ્યે લેફ્ટનન્ટ ગવર્નર વિનય સક્સેનાને CM પદ પરથી રાજીનામું આપ્યું....તેમની સાથે આતિશી અને 4 મંત્રીઓ હાજર હતા....દિલ્હી સરકારે 26 અને 27 સપ્ટેમ્બરે બે દિવસનું વિધાનસભા સત્ર બોલાવ્યું છે....અરવિંદ કેજરીવાલના સ્થાને આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી બનશે...આજે આમ આદમી પાર્ટીની ધારાસભ્ય દળની બેઠકમાં સર્વસંમતિથી તેમને નેતા તરીકે ચૂંટવામાં આવ્યા...પરંતુ આ પસંદગીને લઈને ઘણા પ્રશ્નો છે...એક તરફ આરોપો લગાવવામાં આવી રહ્યા છે કે, સુપ્રીમ કોર્ટની કડક જામીન શરતોને કારણે કેજરીવાલે મજબૂરીમાં રાજીનામું આપ્યું છે, તો બીજી તરફ આતિશીને ડમી સીએમ પણ કહેવામાં આવી રહ્યા છે... એટલું જ નહીં, આતંકવાદી અફઝલ ગુરુને ફાંસી રોકાવડાવાની કોશિશ પાછળનું કારણ જણાવીને આતિશીના માતા-પિતાને પણ નિશાન બનાવવામાં આવી રહ્યા છે.....બીજી તરફ, આતિષી પોતે જ કહી રહી છે કે દિલ્હીના અસલી સીએમ અરવિંદ કેજરીવાલ છે... એટલું જ નહીં, તે એમ પણ કહી રહી છે કે તેમને અભિનંદન ન આપવું જોઈએ... તેમને માળા પણ ન પહેરાવી જોઈએ...તેનો ઉદ્દેશ્ય અરવિંદ કેજરીવાલને ફરી સત્તામાં લાવવાનો છે...
આતિશી કેજરીવાલ-સિસોદિયાના નજીકના અને સૌથી વિશ્વાસપાત્ર મહિલા નેતા છે....કેજરીવાલ અને સિસોદિયા જેલમાં હતા ત્યારે પાર્ટીનું મજબૂત વલણ જાળવી રાખ્યું....સિસોદિયા જેલમાં ગયા ત્યારે શિક્ષા સહિત 6 મહત્વપૂર્ણ મંત્રાલય તેમને જ મળ્યા....2013 વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીનો મેનિફેસ્ટો તૈયાર કરવાની કમિટીમાં હતા....સ્વાતિ માલીવાલ કેસ પછી મહિલા મુખ્યમંત્રી બનીને પાર્ટી ડેમેજ કંટ્રોલ કરી શકશે....