Hun To Bolish : હું તો બોલીશ : અભી તો પાર્ટી શુરૂ હુઈ હૈ
કચ્છ જિલ્લાના પર્યટન સ્થળ માંડવી બીચ પર શાકભાજીની જેમ દારૂ વેચતા યુવકની ધરપકડ. માંડવી બીચ પર ટુ વ્હીલર ઉભી રાખી એક શખ્સ બુમો પાડી-પાડી વિદેશી દારૂ વેચી રહ્યો હતો. સોશિયલ મીડિયા પર થોડા દિવસથી આ વીડિયો વાયરલ થઈ રહ્યો હતો. તેમ છતાં માંડવી પોલીસ આરોપી સુધી ન પહોંચી શકી. અંતે પશ્ચિમ કચ્છ LCBએ આરોપીને ઝડપી લીધો. આરોપી મોહનીશ ઉદાસી માંડવીના ધવલનગર વિસ્તારમાં રહે છે. પૂછપરછ દરમિયાન તેણે કબૂલ્યું કે, મિત્રો સાથે બીચ પર દારૂ પીવા ગયો હતો. એ સમયે તેના મિત્ર કમલસિંહ જાડેજાએ આ વીડિયો બનાવ્યો હતો.
સાબરકાંઠાના પ્રાંતિજમાં પોલીસ ઉંઘતી ઝડપાઈ. સ્ટેટ મોનીટરીંગ સેલે માવાની મુવાડીમાં દરોડા પાડી દેશી દારુ બનાવતી ભઠ્ઠી ઝડપી પાડી. ખારી નદીના કાંઠે મોટાપાયે દેશી દારૂનું ઉત્પાદન કરવામાં આવતું હતું.. જેને લઈ SMCએ રેડ કરીને એક હજાર લીટરથી વધુનો દેશી દારૂનો જથ્થો કબજે કર્યો. સાથે 22 હજાર લીટરથી વધુ દેશી દારૂ બનાવવાનો વોશ ઝડપાયો.. સાથે જ બે શખ્સની ધરપકડ કરવામાં આવી. જ્યારે 21 જેટલા શખ્સો ફરાર થયા. પ્રાંતિજ પોલીસ સ્ટેશને 23 આરોપીઓ સામે ફરિયાદ નોંધી છે.