Hun To Bolish | હું તો બોલીશ | બાબુઓને બૂચ વાગવાનું નક્કી?

Continues below advertisement

Hun To Bolish | હું તો બોલીશ | વિધાનસભા ગૃહમાં આજે ગુજરાત વિશેષ કોર્ટ વિધેયક પસાર થયું.....આ અંતર્ગત અર્થવ્યવસ્થાને નુકશાન કરતા બુટલેગરો...જાહેર સેવકો....જી.એસ.ટી કૌભાંડીઓ...ભુમાફીયાઓ...ડ્રગ માફીયાની સંપતિ જપ્ત કરવામાં આવશે...જે ગુનાઓમાં 3 વર્ષથી વધુ સજાની જોગવાઇ હોય અને ગુનાઓ આચરીને મેળવેલી મિલકત 1 કરોડથી વધુની હોય તે આરોપીને આ કાયદો લાગુ પડશે....3 વર્ષથી વધુની સજાવાળો ગુનો કોઇપણ કાયદા હેઠળનો હોય શકે....એટલે કે દારૂબંધીનો ગુનો હોય, NDPS એક્ટ હેઠળનો ગુનો હોય, જી.એસ.ટીનો ગુનો હોય કે પછી એન્ટી કરપ્શન એક્ટ હેઠળનો ગુનો હોય તેને આ કાયદો લાગુ પડશે....આ કાયદામાં કોઇ વ્યકિત જ નહિ પરંતુ કોઇ સંગઠન, મંડળી, કોઇ ચીટર કંપની કે સંસ્થાને પણ આરોપી ગણી તેની મિલકત જપ્ત કરી શકાશે....મિલકતની વ્યાખ્યામાં તમામ પ્રકારની મિલકત આવરી લેવામાં આવી છે....જેમકે રોકડ, દાગીના, શેર, વાહન, કોઇ ઘર કે દુકાન કે અન્ય કોઇ પણ પ્રકારની અકસ્યામતો જપ્ત કરી શકાશે...આવા કેસોને ઝડપી ચલાવવા માટે ખાસ અદાલતની જોગવાઈ છે...આ તમામ કેસોની કાર્યવાહી મહતમ 1 વર્ષમાં પૂરી કરવાની રહશે....મિલકત જપ્તીની કામગીરી 6 મહિનાના સમય મર્યાદામાં પૂર્ણ કરવાની રહેશે....આરોપીની મિલકત જપ્ત કરવા માટે સરકાર અધિકૃત અધિકારીની નિમણૂંક કરશે આ અધિકારી અધિકારી એડિશ્નલ સેશન્સ જજ કક્ષાના નિવૃત ન્યાયિક અધિકારી હશે....જો સંબંધિત કેસમાં આરોપી નિર્દોષ છૂટી જાય તો તેને જપ્ત કરેલી મિલકત વાર્ષિક 5 ટકાના વ્યાજ સાથે પરત મળશે....વધુમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, આરોપીઓએ ગુનાઓ આચરીને તેમાંથી કોઈ સગાવ્હાલાના નામે પણ મિલકત લીધી હશે તેને પણ જપ્ત કરવામાં આવશે....

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram