Hun To Bolish | હું તો બોલીશ |  નવરાત્રિ ટાણે નરાધમોથી સાવધાન

Continues below advertisement

વડોદરાના ભાયલી વિસ્તારમાં સગીરા સાથે સામૂહિક ગેંગરેપ કેસમાં પોલીસે 3 નરાધમોની ધરપકડ કરી. 4 ઓક્ટોબરની રાત્રે સગીરા તેના મિત્રને મળવા ભાયલી ગઈ હતી. ત્યારબાદ સગીરા અને તેનો મિત્ર ભાયલીના અવાવરું સ્થળે પોતાનું વાહન પાર્ક કરી વાતો કરતા હતા. આ સમયે ત્યાં 5 શખ્સો સ્થળ પર આવ્યા. જેમાંથી બે યુવકો અપશબ્દો બોલી ભાગી ગયા અને 3 નરાધમો મુન્ના અબ્બાસ. આફ્તાબ અને શાહરૂખ ત્યાં આવ્યા અને મિત્રને પકડી રાખી સગીરા પર દુષ્કર્મ આચર્યું. ત્રણેય આરોપી ઉત્તરપ્રદેશના હોવાનું સામે આવ્યું છે. મુન્ના અબ્બાસ અને આફ્તાબ સાળો-બનેવી છે. ત્રણેયને પત્ની અને બાળકો છે. સગીરા પર દુષ્કર્મ આચરી તેનો મોબાઈલ પર ત્રણેય નરાધમો લઈ ગયા હતા. આથી ત્રણેયને પકડવામાં પોલીસને સરળતા રહી. પોલીસે 45 કિલોમીટર જેટલા રૂટ પર આવતા આશરે 1,100 ઉપરાંતના CCTVના ફૂટેજ ચેક કર્યા. તો સ્થળ પરથી એક નરાધમના ચશ્મા પણ મળી આવ્યા હતા. ત્રણેય શેતાનો 10 વર્ષ પહેલાં કામની શોધમાં ઉત્તર પ્રદેશથી વડોદરા આવ્યા હતા અને તાંદલજા વિસ્તારમાં રહી છૂટક મજૂરી કામ કરતાં. પકડાયેલા ત્રણ આરોપી પૈકીનો આરોપી મુમતાજ ઉર્ફે આફતાબ સુબેદાર બનજારા ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. તેની સામે પત્નીને દહેજ માટે શારીરિક, માનસિક ત્રાસ આપવા અંગે ગુનો નોંધાઈ ચૂક્યો છે. આ કેસની તપાસ માટે SITની રચના કરાઈ છે. કુલ 65 જેટલા પોલીસ અધિકારી તથા કર્મચારીઓએ એકબીજાના સંકલનમાં રહી બે શીફ્ટમાં આ ગંભીર ગુનાના આરોપીને શોધી કાઢ્યા. આરોપીઓ વિરુદ્ધ BNS અને પોક્સો હેઠળ ગુનો નોંધાયો છે. ધરપકડ બાદ આરોપીઓ લંગડાતાં-લંગડાતાં મેડિકલ ચેકઅપ માટે પહોંચ્યા. એક આરોપીને તો સ્ટ્રેચરમાં લાવવાની ફરજ પડી. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram