Hun To Bolish : હું તો બોલીશ : ભ્રષ્ટાચારના કેટલા ગાબડા?
Continues below advertisement
મહીસાગર જિલ્લાની સુજલામ સુફલામ કેનાલમાં ગાબડું પડ્યું. ખાનપુર તાલુકાના બામરોડા ગામ પાસે સુજલામ સુફલામ કેનાલ પસાર થાય છે. પાણી છોડાતા જ કેનાલમાં મસમોટું ગાબડું પડ્યું. જેના કારણે આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા. ખેતરો પણ પાણીથી તરબોળ થઈ ગયા. ખેડૂતોએ ઘઉં અને મકાઈનું વાવેતર કર્યું છે. વાવેલા પાક ઉપર પાણી ફરી વળવાના કારણે નુકસાનીની ભીતિ છે. ઘાસચારો પણ પાણીના કારણે તણાઈ અને બગડી ગયો.
બનાસકાંઠાના વાવની જોરડીયાળી માઇનોર કેનાલમાં પડ્યું ગાબડું. કેનાલમાં ગાબડું પડતા ખેતરો બન્યા તળાવ. ખેતરોમાં પાણી ભરાતા જીરુનો પાક થયો બરબાદ. ખેડૂતે જાતે વીડિયો બનાવીને પ્રશાસનને કરી જાણ. વારંવાર આ રીતે કેનાલોમાં ગાબડા પડવાથી ખેડૂતોના શિયાળુ પાકને થઈ રહ્યું છે નુકસાન.
Continues below advertisement
Tags :
'Hun To Bolish'