Hun To Bolish | હું તો બોલીશ | ચૂંટણી ગઈ પણ ધમકી રહી
Download ABP Live App and Watch All Latest Videos
View In AppHun To Bolish | હું તો બોલીશ | ચૂંટણી ગઈ પણ ધમકી રહીડેડિયાપાડાના તાલુકા પંચાયત પર શુક્રવાર સાંજે જે તમાશો થયો....અહીં ભાજપના નેતા પણ પહોંચ્યા...ભાજપના કાર્યકર્તાઓ પણ પહોંચ્યા....સાથે આમ આદમી પાર્ટીના નેતાઓ પણ પહોંચ્યા કાર્યકર્તાઓ પણ પહોંચ્યા...ભાજપનું નેતૃત્વ સાંસદ મનસુખ વસાવાએ કર્યું તો આમ આદમી પાર્ટીનું નેતૃત્વ ધારાસભ્ય ચૈતર વસાવાએ કર્યું....બંને વચ્ચે રીતસરની તૂતૂ મેમે થઈ....સાંસદ અને ધારાસભ્ય સામ સામે આવતા સૂડી વચ્ચે સોપારી બન્યા તાલુકા પંચાયતના અધિકારીઓ....મનસુખ વસાવાએ આરોપ લગાવ્યો કે, ડેડિયાપાડા તાલુકા પંચાયત કચેરીમાં ચૈતર વસાવાએ તાલુકા વિકાસ અધિકારીને બંધ ઓફિસમાં ધમકાવ્યા...જવાબમાં ચૈતર વસાવાએ કહ્યું, TDOને તકલીફ હોય તો તેઓ કેમ ફરિયાદ નથી કરતા....ભાજપના સાંસદ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય એવી રીતે ઝઘડ્યા જાણે સ્કૂલ-કોલેજના છોકરાઓ ઝઘડતા હોય...સ્થિતિ એ સુધીની થઈ કે પોલીસ બોલાવવી પડી....