Hun To Bolish | હું તો બોલીશ | દાદાની ચોખ્ખી વાત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છેલ્લા એકાદ મહિનાથી અધિકારી હોય કે ચૂંટાયેલા જનપ્રધિનીધીઓ હોય તેને હળવી શૈલીમાં પણ માર્મિક ટકોર કરી રહ્યા છે. છેલ્લા એક મહિનામાં જ મુખ્યમંત્રીએ અલગ- અલગ કાર્યક્રમોમાં છ વખત ટકોર કરવી પડી. મુખ્યમંત્રીની સ્પષ્ટ વાત છે કે લોકશાહીમાં પ્રજાજનોને કોઈ જ મુશ્કેલી પડવી જ ન જોઈએ.. આવો જોઈએ મુખ્યમંત્રીએ કરેલી ટકોરના કેટલાક કિસ્સા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વચ્છતાને લઈ વડોદરામાં પદાધિકારીઓને માર્યો ટોણો. અવસર હતો સાંસદ અટલ જનસેવા કેન્દ્રના લોકાર્પણનો. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહ્યા હતા હાજર. જ્યાં મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં અધિકારી સહિતનાને ટોણો માર્યો કે વડોદરા તો સંસ્કારીનગરી છે, તો આપણે સ્વચ્છતાને સ્વભાવ અને સંસ્કારમાં લાવવા જ પડે. PM સાહેબ આવે છે અને CM સાહેબ આવે છે ત્યારે જ સફાઈ થાય તેવું જોઈતું નથી. અધિકારી અને પદાધિકારીઓ પણ હસતા હસતા મુખ્યમંત્રીની ટકોરને જાણે ગળી ગયા.
20 સપ્ટેમ્બરના એક કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ ખૂલ્લા મંચ પરથી અધિકારીઓને ટકોર કરી કે જે પણ કામ થાય તે ક્વોલિટીવાળા થવા જોઈએ. ગુણવત્તા સાથે કોઈ પણ બાંધછોડ ન કરવા તાકિદ કરી. સરકારનો પણ આગ્રહ એ જ છે કે વિકાસના કામમાં ક્વોલિટીમાં બાંધછોડ ક્યારેય ન થવી જોઈએ.