Hun To Bolish | હું તો બોલીશ | કોલેજોમાં 'પ્રવેશ પદ્ધતિ' પાસ કે નાપાસ?
Download ABP Live App and Watch All Latest Videos
View In AppHun To Bolish | હું તો બોલીશ | રાજ્ય સરકારે ધોરણ 12 પછી ઉચ્ચ શિક્ષણ એટલે કે કોલેજમાં પ્રવેશ માટે એક કોમન એડમિશન સર્વિસ પોર્ટલ તૈયાર કર્યું છે...અને આ નવી પ્રવેશ પ્રક્રિયા સામે કુલ 4 મુદ્દે સવાલ ઉઠી રહ્યા છે....પહેલો તો એ કે, આ પ્રવેશ પ્રક્રિયા વિદ્યાર્થીને ખુબ જટીલ લાગી રહી છે...બીજું કે આ પ્રક્રિયા મુંજવણવાળી છે...ત્રીજું.. એક જ વિદ્યાર્થીના વિવિધ યુનિવર્સિટીમાં મેરિટ તૈયાર થતા સમયનો વેડફાટ થશે...મોડો અભ્યાસક્રમ શરૂ થશે....અને ચોથી આ પ્રક્રિયા અમલીકરણ કરવા માટે જવાબદાર કોણ...કારણ કે, વિદ્યાર્થીઓમાં હજુ સ્પષ્ટતા નથી કે કોમન પોર્ટલ પર રજીસ્ટ્રેશન કર્યા બાદ આખરે પ્રવેશ પ્રક્રિયા સરકાર કરશે કે જે તે યુનિવર્સિટી કરશે...કેમ કે મોટાભાગની યુનિવર્સિટીઓએ કયા સ્તરે પ્રવેશની કાર્યવાહી થવાની છે તે અંગે સ્પષ્ટ જાણકારી નથી આપી....સૌથી મોટી વાત એ છે કે કુલ 16 સરકારી યુનિવર્સિટી પૈકી 15 યુનિવર્સીટીની પ્રવેશ કાર્યવાહી પોર્ટલ મારફતે થશે...જ્યારે અન્ય ત્રણ યુનિવર્સિટી...ગુજરાત યુનિવર્સિટી, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અને સરદાર પટેલ યુનિવર્સિટી પોતાની રીતે પોર્ટલથી વિદ્યાર્થીઓના ડેટા મળ્યા બાદ પોતાની રીતે સેન્ટ્રલાઈઝ પ્રવેશ કાર્યવાહી કરશે....બાકીની 11 યુનિવર્સિટીની પ્રવેશ કાર્યવાહી પોર્ટલ મારફતે થશે...તેમાંથી મેળવેલ ડેટા યુનિવર્સિટીની કોલેજને સોંપવામાં આવશે....જેથી કોલેજ મેરીટ યાદી તૈયાર કરી પ્રવેશ આપશે...અત્યારસુધી કોમન એડમિશન પોર્ટલ પર 3 લાખ વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરી રહ્યા છે....બીજી તરફ નવી પ્રવેશ પ્રક્રિયા મુદ્દે વિદ્યાર્થી સંગઠનોનું કહેવું છે કે, આ પદ્ધતિથી ખાનગી કોલેજોને સીધો ફાયદો થશે...આવો સાંભળી લઈએ શું કહેવું છે વિદ્યાર્થીઓનું અને નવી પ્રવેશ પ્રક્રિયા મુદ્દે કોમન એડમિશન પ્રોસેસના એડવાઈઝર એ.યુ પટેલનું....