Hun To Bolish | હું તો બોલીશ | દારૂડિયા ડ્રાઈવરના ભરોસે વિદ્યાર્થીઓ
Download ABP Live App and Watch All Latest Videos
View In AppHun To Bolish | હું તો બોલીશ | દારૂડિયા ડ્રાઈવરના ભરોસે વિદ્યાર્થીઓ
રાજકોટમાં દારૂના નશામાં સ્કૂલ બસ ચલાવતા ડ્રાઈવરને વાલીઓએ ઝડપી પાડ્યો....વીડિયો છે કોઠારીયા વિસ્તારનો..રીબડા SGVP ગુરુકુળની સ્કૂલ બસનો ડ્રાઈવર હિતેન્દ્રસિંહ પરમાર વિદ્યાર્થીઓને લેવા કોઠારિયા વિસ્તારમાં આવ્યો હતો....સ્કૂલ બસમાં 14 વિદ્યાર્થીઓ હતા...એક વાલીનું ધ્યાન ગયું કે, ડ્રાઈવર તો દારૂના નશામાં છે...જેથી તાત્કાલિક તેણે પોલીસ અને સ્કૂલના સંચાલકોને જાણ કરી...વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો કે, ડ્રાઈવર બસમાં તેમની સાથે ગાળા ગાળી કરતો હતો....હાલ પોલીસે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધી ડ્રાઈવરની ધરપકડ કરી છે....જ્યારે શાળા સંચાલકોએ ડ્રાઈવરને સસ્પેન્ડ કરી દીધો....
મહેસાણા શહેરની પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલ....જેના ડ્રાઈવરને ટોળાએ ઘેરી લીધો....કારણ કે, સ્કૂલ બસનો ડ્રાઈવર નશામાં હતો...પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલની બસનો ડ્રાઈવર બાળકોને લઈને જતો હતો... આ સમયે મોઢેરા રોડ પર ટહુકો પાર્ટી પ્લોટ પાસે એક રાહદારીને અડફેટે લીધો...રાહદારીને ટક્કર મારતાં જ આસપાસના લોકો દોડી આવ્યા... આ સમયે સ્કૂલ બસનો ડ્રાઈવર નશામાં હોવાનું ખુલ્યું...જેને લઈ લોકોમાં રોષ ફેલાયો... કેમ કે, સ્કૂલ બસનો ડ્રાઈવર જ જો નશામાં હોય... તો બાળકોની સલામતીનું શું...બનાવની જાણ થતાં જ પોદાર સ્કૂલના સંચાલકો ઘટનાસ્થળે દોડી આવ્યા અને ડ્રાઈવર અને બસને લઈને જતાં રહ્યા... બાદમાં ઘટનાસ્થળે પોલીસ પણ પહોંચી...જો કે, ત્યારબાદ પોલીસે આરોપી ડ્રાઈવરને ઝડપી લીધો... તપાસ કરતાં ખુલ્યું કે, ડ્રાઈવરે દારૂ પીધો હતો...ચોંકાવનારી વાત તો એ કે, સંચાલકોએ પણ સ્વીકાર્યું કે, 5 મહિના પહેલાં પણ આ ડ્રાઈવરે દારૂ પીધો હતો....એ સમયે માફીપત્ર લખાવ્યો હતો...