Hun To Bolish | હું તો બોલીશ | મૃતકે કરી મજૂરી !

Continues below advertisement

વડોદરા જિલ્લામાં મનરેગા યોજનામાં મોટું કૌભાંડ આવ્યું છે સામે. સમસાબાદ ગામમાં મૃતક સહિતના 50 લોકોના નામે જોબ કાર્ડ બનાવવામાં આવ્યું અને તેમના ખાતામાં જે પૈસા આવ્યા તે બારોબાર ઉપાડી લેવામાં આવ્યા. હદ તો ત્યારે થઈ જ્યારે બે વર્ષ પહેલા 2022માં મૃત્યુ પામેલા ગંગાબેન પાટણવાડિયાનું આ કૌભાંડીઓએ જોબકાર્ડ બનાવ્યું. કાગળ ઉપર 75 દિવસની હાજરી બતાવી કામ બતાવ્યું અને 17 હજાર 925 રૂપિયા ઉપાડી લીધા. ગામનું તળાવ ઊંડું કરી માટી સ્મશાન, મંદિર તેમજ વણકર વાસમાં નાખવાનું કામ હતું. ગામના જ તત્કાલીન તલાટી ઊર્મિલાબેન શાહ, સરપંચ કિશન રાઠોડે ગામના 50 લોકોની યાદી બનાવી જોબ કાર્ડ બનાવ્યા હતા. જેમાં મૃતક ગંગાબેનનું પણ જોબકાર્ડ બન્યું હતું. જે બાદ કૌભાંડીઓ ગંગાબેનના અશિક્ષિત પુત્ર પાસેથી જોબકાર્ડ અને ATM કાર્ડ અધિકારીને બતાવવાનું છે એમ કહી લઇ ગયા. અને ગંગાબેનના ખાતામાંથી ATM કાર્ડથી રૂપિયા ઉપાડી લીધા. જેનો મેસેજ મોબાઈલમાં આવતા સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટ્યો. મોટી વાત એ છે કે, આ તમામ લોકોએ કામ સુજલામ સુફલામ યોજનામાં કર્યું અને આ કૌભાંડીઓએ મળીને તમામ કામ મનરેગા યોજનામાં બતાવ્યા. જો કે, હાલ સરપંચ ફરાર છે. વરણામા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતાં તપાસ શરૂ થઈ છે. કૌભાંડનો ખુલાસો થતા તાલુકા વિકાસ અધિકારી માધુરીબેન પટેલ સહિત ત્રણ કર્મચારીઓની બદલી કરી દેવાઈ છે. TDO માધુરીબેન પટેલ સામે કૌભાંડીઓને બચાવવાના આરોપો લાગ્યા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram