Hun To Bolish : હું તો બોલીશ : ડિજિટલ અરેસ્ટની જાળ
Hun To Bolish : હું તો બોલીશ : ડિજિટલ અરેસ્ટની જાળ
વડોદરાના વાઘોડિયાની ખાનગી સ્કૂલમાં ફરજ બજાવતા શિક્ષિકા રીનાબેન ઢેકાણેને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યા....24 ઓગસ્ટે તેમને એક અજાણ્યા નંબર પરથી CBIની ઓળખ આપી વીડિયો કોલ આવ્યો હતો...જેમાં તેમને કહેવામાં આવ્યું કે, તમારું કુરિયર મુંબઈથી થાઈલેન્ડ ગેરકાયદે ગયું છે...તેમાં MD ડ્રગ્સ અને ગેરકાયદે સિમકાર્ડ અને પાસપોર્ટ છે.... આ વીડિયોમાં ગઠિયાએ મહિલાને ચાર કલાક સુધી ડિજિટલ એરેસ્ટ કરી માનસિક ત્રાસ આપી તેના પતિને જાનથી મારવાની ધમકી આપવામાં આપી હતી...જે બાદ 1 લાખ રૂપિયા પણ પડાવ્યા હતા...આ ડિજિટલ એરેસ્ટની ઘટનાનો તેમણે લાઈવ વીડિયો પણ શેયર કર્યો છે....
આવી જ રીતે સોશલ મીડિયા ઈન્ફ્લુએન્સર વિજય ગજેરાને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યા હતા...જો કે તેઓની જાગૃત્તતાને કારણે તેઓ ડિજિટલ માફિયાની ટ્રેપમાં ન ફસાયા.... અમદાવાદમાં પ્રાઈવેટ પ્રેક્ટિસ કરતા એક વકીલ સાથે ડિજિટલ અરેસ્ટની ઘટના બની...સાયબર ગઠિયાએ CBIના નામે વકીલને ફોન કર્યો અને ધમકી આપી કે, તમારો પુત્ર દુષ્ક્રમના કેસમાં મિત્ર સાથે મદદગારીના ગંભીર ગુનામાં સીબીઆઈના હાથે પકડાયો છે...કાર્યવાહીથી બચવું હોય તો દોઢથી બે લાખ રૂપિયા ઓનલાઈન મોકલાવો નહીં તો તમારા પુત્રને મારી મારીને અધમુઓ કરી નાખીશું....આ વાતચીતનો ઓડિયો પણ સામે આવ્યો છે...
અમદાવાદ ડિજિટલ અરેસ્ટ કિસ્સો-1
અમદાવાદ સાયબર ક્રાઈમે તાજેતરમાં દેશભરમાં 1 હજારથી વધુ લોકોને ડિજિટલ અરેસ્ટ કરી પૈસા પડાવનારી ગેંગને ઝડપી પાડી હતી..થોડા દિવસો પહેલા રાજ્યના વિવિધ શહેરમાં ડિજિટલ અરેસ્ટની ફરિયાદ દાખલ થઈ હતી....આ ફરીયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી....તપાસ દરિમયાન વિવિધ બેન્ક એકાઉન્ટમાં 80 લાખ જમા થાય હોવાના શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા....પોલીસે સુરત, વડોદરા, અમદાવાદ સહિતના શહેરમાં રેડ કરી....રેડના આધારે 4 તાઇવાન નાગરિકો સાથે અત્યારસુધી 18 લોકોની ધરપકડ કરવામાં આવી...આ ગેંગ રોજના દોઢ કરોડ રૂપિયા વિદેશ મોકલતા હતા...આ ગેંગ પાસેથી 761 સીમકાર્ડ, 120 મોબાઈલ, 96 ચેકબુક અને 92 જેટલા ડેબિટ કાર્ડ જપ્ત કરાયા છે....આ આંકડાઓ દર્શાવે છે કે, કેટલા મોટાપાયે લોકોને લૂંટવામાં આવી રહ્યા હતા....તાઇવાનમાં બેસેલા આરોપી ઓટીપીનો ઉપીયોગ કરી બેંક એકાઉન્ટ ઓપરેટ કરતાં હતા....આ એકાઉન્ટનો ઉપયોગ અલગ-અલગ ગેરકાયદેસરની પ્રવૃતિઓ જેવી કે, સાયબર ફ્રોડ, ગેરકાયદેસર ગેમીંગ, ગેરકાયદેસર બેટીંગ, તેમજ મની લોન્ડ્રીંગ માટે કરવામાં આવતો હતો...તાઈવાન તથા ચીનના માફિયાઓએ ગુજરાત સહિત દેશભરમાં લોકોને ઠગવા માટે વડોદરા, દિલ્લી, મુંબઈ અને બેંગ્લોરમાં 4 ડાર્કરૂમ ઉભા કર્યા હતા....આ ગેંગ સામે દેશભરમાં 450થી વધુ ગુના નોંધાયા છે....છેતરપિંડી, લૂંટનો આંકડો કરોડોમાં થાય છે....ઠગ ટોળકી ટેકનોલોજીનો ઉપયોગ કરી ઝડપથી પૈસા ટ્રાન્સફર કરી લેતી હતી....પોલીસ પહોંચે તે પહેલા બેન્કમાંથી પૈસા વિદેશ પહોંચી જતા હતા....
અમદાવાદ ડિજિટલ અરેસ્ટ કિસ્સો-2
અમદાવાદ શહેરના સેટેલાઈટ વિસ્તારમાં રહેતા સિનિયર સિટિઝનને મની લોન્ડરિંગના કેસનો ડર દેખાડી 1 કરોડ 26 લાખ રૂપિયા પડાવવામાં આવ્યા...વૃદ્ધાને થોડા દિવસ પહેલા અજાણ્યા મોબાઇલ નંબર પરથી સીબીઆઇ અને સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના જસ્ટિસના નામે કોલ આવ્યો હતો. જેમાં જણાવાયું હતું કે, તેમના નામે બે કરોડ જેટલી રકમના ગેરકાયદેસર ટ્રાન્જેક્શન થયા છે. આ કરોડો રૂપિયા દેશ વિરોધી આતંકી ફંડના હોવાની શક્યતા છે. જેથી સીબીઆઇએ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. આ કેસમાં સુપ્રીમ કોર્ટમાં રિક્વેસ્ટ કરી છે, કોર્ટમાં તમારી પૂછપરછ થશે. જેથી વૃદ્ધ ડરી ગયા હતા. બાદમાં તેમને વીડિયો કોલથી ડિજિટલ એરેસ્ટ થયાનું કહીને તેમના બેંક એકાઉન્ટ, ફિક્સ ડિપોઝિટ અને અન્ય રોકાણોની વિગતો મેળવીને 1.25 કરોડની તપાસનું કહીને અલગ અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા હતી. જે વેરિફિકેશન બાદ 48 કલાકમાં પરત આપી દેવાનું કહેવામાં આવ્યું હતું....આ કેસમાં સાયબર ક્રાઇમે અમદાવાદમાં રહેતા મહોમદ હુસૈન જાવેદ અલી, તરુણસિંહ વાઘેલા, બ્રિજેશ પારેખ અને શુભમ ઠાકર નામના યુવકોની ધરપકડ કરી...ઠગાઇ માટે જે લીંકનો ઉપયોગ કરવામાં આવતો હતો તે લીંકનું આઇપી એડ્રેસ કંબોડિયાનું હોવાનું બહાર આવ્યું હતું....ઝડપાયેલા તમામ આરોપીઓ આ ગેંગ સુધી નાણાં પહોંચે તે માટે મોટા પ્રમાણમાં બેંક એકાઉન્ટ ખોલવાનું કામ કરતા હતા...જેના બદલામાં તેમને કમિશન મળતું હતું....આરોપીઓ યુ.એસ.ડી.માં કન્વર્ટ કરી ક્રિપ્ટો કરન્સીમાં રૂપિયાને આગળ મોકલતો હોવાનું પણ સામે આવ્યું છે....