Hun To Bolish | હું તો બોલીશ | શોષણ અને શ્રમદાનનો ભેદ

Continues below advertisement

આ દ્રશ્યો નવસારીના વાંસદા તાલુકાનું ઘોડમાળ ગામના છે. ખેતરમાં આપ જે લોકોને જોઈ રહ્યા છો તે કોઈ ખેત મજૂર નથી. તે છે અહીંની સરસ્વતી કન્યા છાત્રાલયમાં રહેતી વિદ્યાર્થિનીઓ. કે જેમની પાસે ડાંગર રોપણીનું કામ કરાવવામાં આવી રહ્યું છે. અને કામ કરાવ્યું છે ગૃહમાતા ચંપાબેન બગરીયાએ. આદિવાસી વિસ્તારમાં દિકરીઓ અભ્યાસ કરી શકે તે માટે કન્યા છાત્રાલયની વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે અભ્યાસ કાર્ય બાદ વિદ્યાર્થિનીઓ પાસે ગૃહમાતા પોતાના ખેતરમાં ડાંગરનું વાવેતર કરાવતા હોવાનો વીડિયો વાયરલ થયો. વીડિયો વાયરલ થતા જિલ્લા મદદનીશ આદિજાતિ કમિશનરે તપાસના આદેશ આપ્યા છે. જો કે ગૃહમાતાનું કહેવું હતું કે, વિદ્યાર્થીનીઓએ જાતે મદદ કરવાની તૈયારી બતાવી હતી. આ કાર્ય માટે અમે તેમના ઉપર કોઈ દબાણ કર્યું નથી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram