Hun To Bolish | હું તો બોલીશ | નેતાગીરીનો નશો

Continues below advertisement

આ મહાશય છે મહેસાણા જિલ્લા ભાજપ યુવા મોરચાના મંત્રી ગૌરવ ચૌધરી. જેમના પર આરોપ છે દુષ્કર્મ કરનાર ભૂવાને સંતાડવાનો. આશરે 6 મહિના અગાઉ પાટણના ચાણસ્મા તાલુકામાં એક સગીર દીકરી પર મહેસાણાના ઉપરચી ગામના નરાધમ ભૂવાએ દુષ્કર્મ આચર્યું હતું. આ તાંત્રિક ભૂવાએ સગીરા સાથેનો અશ્લીલ વીડિયો પણ સોશલ મીડિયામાં વાયરલ કર્યો હતો. નરાધમ ભૂવાની આ કરતૂતને લઈને સગીરાના પિતાએ ચાણસ્મા પોલીસને જાણ કરીને ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે ભૂવાને મહેસાણાના ઉપરચી ગામમાંથી ઝડપી પાડ્યો. ભૂવાની સઘન પૂછપરછ કરતા મહેસાણા જિલ્લા ભાજપ યુવા મોરચાના મંત્રી ગૌરવ ચૌધરીનું પણ નામ સામે આવ્યું. સગીરા પર દુષ્કર્મ આચરનાર આ પાખંડી ભૂવાને ગૌરવ ચૌધરીએ સંતાડી રાખ્યો હતો. એટલું જ નહીં, આરોપી ભૂવાનો ફોન ગૂમ કરીને તેને જમવાની સુવિધાઓ પણ પૂરી પાડતો હતો. કારણ કે આ નરાધમ ભૂવાનો તે ભત્રીજો છે. આ કેસમાં પોલીસે બંનેની ધરપકડ કરી છે. પાખંડી ભૂવાના 3 દિવસના રિમાન્ડ પણ મેળવ્યા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram