Hun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો ખૌફ
સુરતમાં ખેતરની કમ્પાઉન્ડ વોલ પર દીપડો લટાર મારતો દેખાયો. રસ્તા પરથી પસાર થતાં એક રાહદારીએ પોતાના મોબાઈલથી દીપડાનો વીડિયો ઉતાર્યો. માંગરોળ તાલુકામાં 10 દિવસ પહેલા ડેગડીયા ગામે દીપડાએ મહિલાનો શિકાર કર્યો હતો. જેને લઈને વન વિભાગે 4થી વધુ પાંજરા મૂક્યા હતા. અને મારણની લાલચમાં 2 દીપડા પાંજરે પૂરાયા. માંગરોળ તાલુકામાં હવે દીપડો દેખાવાની ઘટના સામાન્ય બની છે. ગુજરાતમાં સૌથી વધારે દીપડા સુરત રેન્જમાં છે. પરંતુ હવે દીપડા અને લોકો વચ્ચે ઘર્ષણની સ્થિતિ પણ સર્જાઇ રહી છે. છેલ્લા 6 મહિનામાં દીપડાના હુમલાથી 2 લોકોના મોત જ્યારે 15 લોકો ઇજાગ્રસ્ત થયા છે. વર્ષ 2016ની સરખામણીમાં વર્ષ 2024માં સુરત જિલ્લામાં દીપડાની સંખ્યા લગભગ અઢી ગણી વધી છે. જેની સીધી અસર સુરત જિલ્લાના ચાર તાલુકાઓમાં પણ જોવા મળી રહી છે. એક વર્ષમાં 107 પશુઓ પર દીપડાના હુમલા થયા છે.
વલસાડ જિલ્લામાં એક ખૂંખાર દીપડી પાંજરે પૂરાઈ. પોપટ ફળિયામાં એક પશુપાલકના ત્યાં બે દિવસ પહેલા દીપડીએ એક બકરીનું મારણ કર્યું હતું. ગામમાં દીપડાની હાજરી અંગે સ્થાનિક લોકોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી. જેથી વનવિભાગે તેને પકડવા પાંજરા ગોઠવ્યા હતા.જેમાં દીપડી ઝડપાઈ ગઈ.