Hun to Bolish | હું તો બોલીશ | રાજનીતિ ભર'પૂર'

Continues below advertisement

જામનગર શહેરમાં છેલ્લા અઠવાડિયાના 3-4 દિવસમાં જ 20 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. સાથે ઉપરવાસમાં પણ ધોધમાર વરસાદના કારણે શહેરમાંથી પસાર થતી નાગમતી-રંગમતી નદીમાં પૂરની સ્થિતિ ઉભી થઈ અને નદીઓનું પાણી અનેક વિસ્તારોમાં ફરી વળ્યું હતું. જેના કારણે લોકોના ઘરમાં પાણી ભરાયા હતા. લોકોની કિંમતી ઘરવખરી અને વાહનોને નુકસાન થયું હતું. પૂરના પાણી ઓસર્યા બાદ આજે આ વિસ્તારની મુલાકાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ પહોંચ્યા. અસરગ્રસ્તો સાથે વાતચીત કરી સ્થિતિનો તાગ મેળવ્યો. ત્યારબાદ સરકાર પર આરોપ લગાવ્યા કે, નેતાઓએ હપ્તા લઈ ગેરકાયદે બાંધકામને મંજૂરી આપી. જેના પરિણામે પૂરની સ્થિતિ સર્જાઈ. શક્તિસિંહ ગોહિલે માગ કરી કે, સરકારે તાત્કાલિક અસરગ્રસ્તોને સહાય ચુકવવી જોઈએ.


કચ્છ જિલ્લામાં ભારે વરસાદ થતા તમામ તાલુકાના માલધારી, પશુપાલકોનો ઘાસચારો અને ખોળ બગડી ગયો. જેને લઈને ઘાસની જરૂરિયાતની પરિસ્થિતિ ઉભી થતા વનવિભાગ વિનામૂલ્યે ઘાસ વિતરણ કરશે. આ ઘાસ એકસામટું 7 દિવસ માટે આપવાની મંજૂરી અપાઈ છે. મહેસુલ વિભાગના આદેશ અનુસાર સંબંધિત મામલતદારે ઘાસ કાર્ડ ઈસ્યુ કરવાના રહેશએ. અને લાભાર્થીએ જિલ્લાના વનવિભાગના ગોડાઉનમાંથી ઘાસનો જથ્થો મેળવવાનો રહેશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram