Hun To Bolish | હું તો બોલીશ | ગોતી લો શિક્ષક
રાજ્યમા ભૂતિયા શિક્ષકોને લઈને સરકાર એક્શનમાં આવી છે. શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ આ અંગે જણાવ્યું છે કે, રાજ્યના 17 જિલ્લામાંથી 31 શિક્ષક બિનઅધિકૃત રીતે રજા પર છે, જ્યારે 32 શિક્ષક વિદેશ ગયા છે. તમામ શિક્ષકને પગાર ચૂકવાતો નથી. પોતાના સ્થાને અન્ય શિક્ષકને પણ મોકલતા હશે તો કાર્યવાહી થશે. મુખ્યમંત્રીએ તમામ સામે કાર્યવાહી કરવાની સૂચના આપી છે. કોઈપણ લાલિયાવાડી ચલાવી લેવામાં આવશે નહીં. અગાઉ વર્ષ 2019થી 2022માં કુલ 134 શિક્ષકોને સરકારે બરતરફ કર્યા. આ 134 શિક્ષકો 1 વર્ષ કરતા વધુ સમયથી ગેરહાજર રહ્યા હતા. સૌથી વધુ બનાસકાંઠા જિલ્લાના 18 શિક્ષકોને કરાયા હતા ઘરભેગા. છોટાઉદેપુર જિલ્લાના 16. દાહોદ જિલ્લાના 13. સુરેન્દ્રનગર જિલ્લાના 13....મહેસાણા જિલ્લાના 11. આણંદ જિલ્લાના 8 અને ખેડા, ગાંધીનગર, પંચમહાલ જિલ્લાના 4-4 ગુલ્લીબાજ શિક્ષકોને બરતરફ કરાયા હતા...