Hun to Bolish | હું તો બોલીશ | ખાડાપૂરાણ પાર્ટ-2

Continues below advertisement

મોરબી તાલુકામાં સીઝનનો 156 ટકા વરસાદ વરસ્યો છે. ભારે વરસાદ ખાબક્યા બાદથી મોરબી શહેરમાં રસ્તાઓ પર ખાડા રાજ જોવા મળી રહ્યું છે. જેને લઈ વાહનચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. ત્રણ દિવસ પહેલા જ લાતી પ્લોટમાં ટૂ વ્હીલરમાં પસાર થતી ત્રણ યુવતી ખાડાના કારણે નીચે પટકાઈ હતી.. જે ઘટનાના ભયનાક સીસીટીવી પણ સામે આવ્યા. જો કે ઘટનામાં યુવતીઓને ગંભીર ઈજા થઈ નથી. પરંતુ રસ્તા પરના ખાડાઓને કારણે વાહનચાલકો અકસ્માતનો ભોગ બને છે તેનો પૂરાવો આ સીસીટીવી છે.. આ વીડિયો વાયરલ થયા બાદ ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ કહ્યું, મોરબીમાં તૂટેલા રસ્તા અને ખાડાના સમારકામની કામગીરી યથાવત છે. અને હાલ વિવિધ ટીમ કાર્યરત છે. તો શહેર કોંગ્રેસ પ્રમુખે આરોપ લગાવ્યો કે. શહેર આખું ખાડામાં છે.. સાથે જ કોઈ યોગ્ય કામગીરી કરવામાં આવતી નથી. તો આ તરફ સ્થાનિકો માગ કરી રહ્યા છે કે. રસ્તાના રિપેરીંગની કામગીરી ઝડપથી કરવામાં આવે. દર ચોમાસાની સિઝનમાં આ પ્રમાણેની જ સ્થિતિ સર્જાઈ છે. જેનું પણ નિરાકરણ લાવવામાં આવે.

રાજકોટ જિલ્લામાં સરેરાશ 38 ઈંચ વરસાદ પડ્યો છે ત્યારે રાજકોટ શહેરની સાથે જિલ્લામાં પણ રસ્તા બિસ્માર હાલતમાં છે. રાજકોટથી જુનાગઢ, પોરબંદર, ગીર સોમનાથને જોડતા મુખ્ય હાઇવે પર મસમોટા ખાડા પડ્યા. જેના કારણે વાહનચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. એટલું જ નહીં રાજકોટ-ગોંડલ હાઇવે પર ખાડાના કારણે અકસ્માતોની ઘટનામાં પણ વધારો થયો. સાથે જ દરોજ રાજકોટથી શાપર સુધી ટ્રાફિક જામ સર્જાઈ છે.. અને વાહનચાલકોનો કલાકો સુધીનો સમય બગડે છે. તો આ તરફ રાજકોટથી પોરબંદર કે ગીર સોમનાથ જતા સમયે પાંચ જગ્યાએ ટોલટેક્સ ઉઘરાવવામાં આવે છે. એટલે કે રાજકોટથી પોરબંદર કે ગીર સોમનાથ જવા એક કારના 400થી 500 રુપિયા ટોલ ટેક્સ ચૂકવવો પડે છે.. તે છતા આ મસમોટા ખાડામાંથી પસાર થવું પડે છે.. આ તમામની વચ્ચે વાહનચાલકોએ માગ કરી કે.. જ્યાં સુધી ખાડા ન પુરાય ત્યાં સુધી નેશનલ હાઈવે ઓથોરિટીએ ટોલ ઉઘરાવવાનું બંધ કરવું જોઈએ.. નેશનલ હાઇવે ઓથોરિટી કરોડ રૂપિયાનો ટોલ ટેક્સ ઉઘરાવે તેમ છતા સારા રોડની સુવિધા મળતી નથી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram