Hun To Bolish : હું તો બોલીશ : કોણ બગાડે, કોણ સુધારે?
અમદાવાદ શહેરના થલતેજ વિસ્તારમાં નબીરાના આતંકના સીસીટીવી દ્રશ્યો જોજો. 5 ડિસેમ્બરે 2 મહિલા એક્ટિવા પર જઈ રહી હતી... આ સમયે થલતેજના ગુલાબ ટાવર પાસે થાર કારનો ચાલક પાછળથી ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે, બંને મહિલા રસ્તા પર 20 ફૂટ દૂર ફેંકાઈ હતી. બંનેને ગંભીર ઈજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ. પોલીસે ગુનો નોંધી કારચાલકની શોધખોળ શરૂ કરી હતી. CCTV ફૂટેજના આધારે કારના નંબર મેળવાયા. પોલીસે ઋષિલ શાહ નામના કારચાલકની ધરપકડ કરી છે. નબીરો ઋષિલ શાહ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. તેની સામે અગાઉ બોડકદેવ. ઘાટલોડિયા.. નારણપુરા... સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ ચૂકી છે...એટલું જ નહીં... તે પાસા હેઠળ જેલમાં પણ જઈ ચૂક્યો છે..નબીરો ઋષિલ શાહ ઘાટલોડિયાના રત્નદીપ ટાવર સોસાયટીમાં રહે છે...ABP અસ્મિતાની ટીમ આજે તેના ઘરે પહોંચી... આ સમયે તેની માતા પુત્રની કરતૂતને લઈ ધ્રુસકે-ધ્રુસકે રડી પડી. માતા નેહાબેને બે હાથ જોડી પુત્ર ઋષિલની કરતૂત પર માફી માગી..