Hun To Bolish : હું તો બોલીશ : કોણ ચરી ગયુ ડાંગર? પર્દાફાશ
ટેકાના ભાવથી ખરીદાતા ડાંગરમાં થયેલા એક ગોટાળાનો અમે કરી રહ્યા છીએ પર્દાફાશ. જો કે, આ પર્દાફાશ ખુદ સરકારી વિભાગે કર્યો છે. અમે લાવી રહ્યા છીએ આપની સમક્ષ. વર્ષ 2023માં અમદાવાદના વિરમગામમાં અન્ન અને નાગરિક પુરવઠાએ વિરમગામમાં કરેલી 3 લાખ 35 હજાર 524 કટ્ટા ડાંગરના પૈકી હકીકત એ સામે આવી છે કે, 48 હજાર 57 કટ્ટા ચોપડે તો ખરીદાયેલા બોલે છે. પરંતુ હકીકતમાં તે નિગમના ગોડાઉનમાં છે જ નહીં. અને આ જ મુદ્દે વિસ્તારના મામલતદારે 7 લોકો વિરુદ્ધ FIR નોંધાવી છે. આરોપ છે કે, પુરવઠા નિગમનો જ ખરીદ અધિકારી એચ.એમ ઠાકોર. તત્કાલિન ગોડાઉન મેનેજર જીતેન્દ્ર પરમાર. ખરીદી સમયે જે ગ્રેડર તરીકે હતા અજય મહીડા. જયંત ઠાકોરની સાથે સાથે એગ્રિકલ્ચર અજય ચૌધરી. વિક્રમ ચૌધરી. અને સરકારી ઈજારેદાર સુફિયાન મંડલીની આ ટોળકીએ સરકારને 3 કરોડ 67 લાખનો ચૂનો લગાવવાનું ષડયંત્ર રચ્યું હતું. ભલું થજો એ વિભાગનું જેણે ચોપડે તપાસ કરતા આ ષડયંત્ર સામે આવ્યું. જેના કારણે આપણી તિજોરીમાંથી સાડા 3 કરોડ રૂપિયા ચાઉ થતા બચી ગયા. જો કે, આ દરમિયાન જે ખેડૂતોના નામે ખરીદીના દસ્તાવેજ બનાવ્યા હતા તે પૈકીના 150 ખેડૂતોનું પેમેન્ટ અટવાયું. આ રેકેટ તો હતુ જ પણ આ જગ્યાએ અગાઉ બેદરકારી પણ થઈ ચૂકી છે. ગયાવર્ષે સપ્ટેમ્બર મહિનામાં આ ગોડાઉનમાં બેદરકારીના કારણે કમોસમી વરસાદથી હજારો બોરી ડાંગર બરબાદ થઈ ચૂક્યું છે.