Hun To Bolish | હું તો બોલીશ | કોના બાપની દિવાળી?

Continues below advertisement

Hun To Bolish | હું તો બોલીશ | કોના બાપની દિવાળી?

અમદાવાદનો વટવા વિસ્તાર...જ્યાં 7 ફેઝમાં 219 કરોડના ખર્ચે 8 હજાર 960 મકાનો બનાવવામાં આવ્યા હતા...પરંતુ હવે અણઘડ આયોજનના કારણે એક દશકથી બનેલા ફેઝ-5ના 55 કરોડ રૂપિયાના 1,664 આવાસ પર બુલડોઝર ફરી રહ્યું છે....12 વર્ષ પહેલા સિન્ટેક્સ અને M.V. ઓમની નામની એજન્સીએ આવાસ બનાવ્યા હતા...બાદમાં અમદાવાદ કોર્પોરેશને લાભાર્થીઓને ફાળવ્યા જ નહીં....જેના પરિણામે કરોડો રૂપિયાના ખર્ચ બાદ પણ ગરીબ લોકો આવાસથી વંચિત રહ્યા....વર્ષ 2006માં સાબરમતી રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યો...અને શંકર ભુવનના છાપરામાં રહેતા રહીશોને વટવા આવાસમાં મકાન ફાળવવા નિર્ણય કરાયો હતો....જો કે, સમગ્ર મુદ્દે AMCના એસ્ટેટ વિભાગ અને રાજ્ય સરકારે ગંભીરતા ન દાખવતા મકાનની ફાળવણી જ ન થઈ શકી....તો બીજીતરફ મકાનો હવે ખંડેર બન્યા છે...રહેવા લાયક જ રહ્યા નથી....અસમાજીક તત્વો આવાસના બારી-બારણા, લોંખડના સળિયા ચોરીને લઈ ગયા....હાલ હવે આ મકાનનો સ્ટ્રક્ટચર સ્ટેબિલીટી રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાનું કારણ આગળ ધરી બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે... આ મકાનોને જમીન દોસ્ત કરવા માટે પણ વધારાનો ખર્ચ કરવામાં આવશે.. એટલે કે AMCની સ્ટેન્ડિંગ કમિટીએ ચાર માળના મકાન તોડી નવેસરથી બનાવવા નિર્ણય કર્યો છે.. જો કે આવાસ બન્યા બાદ પણ લાભાર્થીઓને કેમ ન અપાયા તેને લઈ સવાલ ઉઠી રહ્યા છે...

અમદાવાદનો જર્જરિત હાટકેશ્વર બ્રિજ....વર્ષ 2017માં અજય ઈન્ફ્રા નામની કંપનીએ 42 કરોડના ખર્ચે આ બ્રિજ બનાવ્યો હતો...ત્યારે 100 વર્ષ બ્રિજના ટકાઉનો દાવો કરાયો હતો...પરંતુ બ્રિજ બન્યાને 5 વર્ષમાં જ તેમાંથી સળિયા બહાર આવી ગયા...જેના કારણે 2022થી આ બ્રિજ બંધ હતો...હવે તેને 52 કરોડના ખર્ચે તોડવામાં આવશે...જો કે, કોર્પોરેશનનું કહેવું છે કે, બ્રિજ બનાવનાર કંપની પાસેથી પૈસાની વસૂલાત કરવામાં આવશે....

21 એકરમાં ફેલાયેલી સિદ્ધપુરની હોમિયોપેથી કોલેજ...કે જેનું લોકાર્પણ તત્કાલિન આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસે 3 સપ્ટેમ્બર, 2012માં કર્યું હતું....અંદાજે રૂ.120 કરોડના ખર્ચે અદ્યતન સુવિધાયુક્ત હોમિયોપેથી કોલેજ સંકુલનું નિર્માણ કરાયું....હજુ સુધી કોલેજ શરૂ કરવામાં આવી નથી....જેના લીધે કરોડોના ખર્ચે આકાર પામેલ કોલેજ, હોસ્ટેલ, કેન્ટિન સહિતનું વિશાળ કેમ્પસ સરકારની બેદરકારીના કારણે ખંડેર બન્યું છે....

 

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram