Hun To Bolish | હું તો બોલીશ | કોના પાપે આંસુનો દરિયો?
Hun To Bolish | હું તો બોલીશ | રાજકોટના કાલાવડ રોડ પરના TRP ગેમઝોનની આગમાં એક નહીં 28 જિંદગી બળીને ખાખ થઈ...આ કેસમાં SITની રચના થઈ...FIR દાખલ થઈ....FIRમાં 6 લોકો...ધવલ ઠક્કર, અશોકસિંહ જાડેજા, કિરીટસિંહ જાડેજા, પ્રકાશચંદ હીરન, યુવરાજસિંહ સોલંકી, રાહુલ રાઠોડ સામે નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી.....આરોપીઓ વિરુદ્ધ IPC કલમ 304, 308, 337, 338, 114 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે...અને પુરાવાઓ એકઠા કરવા FSLની વિશેષ ટીમ ગાંધીનગરથી બોલાવાઈ છે....આ બધાની વચ્ચે આજે વહેલી સવારે મુખ્યમંત્રીએ ઘટનાસ્થળની મુલાકાત લીધી...ગીરીરાજ હોસ્પિટલમાં ઈજાગ્રસ્ત લોકોને મળ્યા...ત્યારબાદ મૃતકોના પરિવારજનોની પણ મુખ્યમંત્રીએ મુલાકાત લઈને સાંત્વના પાઠવી...તો બીજી બાજુ આગમાં કોણ બળીને ખાખ થયું અને કોણ ખોવાયું તે પરિજનો હજુ પણ શોધી રહ્યા છે...મૃતકોના પરિવારજનો DNA રિપોર્ટની રાહ જોઈ બેઠા છે...ગઈકાલના જે દ્રશ્યો હતા તે રુવાડા ઉભા કરી નાખે તેવા હતા...જે આ ખૌફનાક દુર્ઘટનામાંથી બચીને બહાર આવ્યા છે...તેમાંથી એક બાળક સાથે અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજાએ વાત કરી છે તે સાંભળી લઈએ કે, જ્યારે આગ લાગી ત્યારે ત્યાં સ્થિતિ કેવી હતી....