Hun To Bolish : હું તો બોલીશ : કયા કારણે લાંબી લાઈન?

Continues below advertisement

રેશનકાર્ડમાં રેશનકાર્ડ ધારકોના e-KYC કરવાની કામગીરી હાલમાં પુર જોશમાં ચાલી રહી છે. આધારકાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ, આધારકાર્ડમાં નામોમાં સુધારા-વધારા, આધાર કાર્ડ અપડેટ તેમજ આધારકાર્ડમાં ફિંગરપ્રિન્ટ અપડેટ કરવાના બાકીમાં હોય તેવા રેશનકાર્ડ ધારકોનું e-KYC થતું નથી. જેથી આધારકાર્ડ અપડેટ કરવા એક જ સ્થળે લાભાર્થી ઉમટી પડતા લાંબી લાઇનો લાગે છે. આ સાથે કેન્દ્ર સરકારે 70 વર્ષ કે તેથી વધુની વયના વૃદ્ધો માટે વાર્ષિક 10 લાખનો મફત વીમો મેળવવા માટે આધાર જરૂરી કર્યું છે. તેમજ વિદ્યાર્થીઓની શિષ્યવૃતિ માટે પણ આધાર કાર્ડ લીંક કરાવવાનું ફરજિયાત બનાવાયું છે. આ સાથે નામ, સરનામા કે મોબાઈલ નંબર કે બાયોમેટ્રિક ડેટા બદલવા માટે પણ લોકો આધાર માટે આવતા હોય છે. અનેક કેન્દ્રો પર લોકો લાંબી લાઈનો લગાવી રહ્યા છે તો કેટલાક કેન્દ્રો પર માત્ર 20થી 30 ટોકન આપી એટલા જ આધાર કાર્ડ અપડેટ થઈ રહ્યા છે અથવા નવા બનાવી રહ્યા છે. ઉપરાંત સૌથી મોટી સમસ્યા છે કે, દરેક કેન્દ્રો પર સર્વર ધીમા ચાલે છે. જેના કારણે અપડેશન માટે વિલંબ થાય છે. લોકો આ માટે વહેલી સવારથી અંધારામાં લાઈનો લગાવે છે. ક્યાંક ચપ્પલ મૂકી તો ક્યાંક પથ્થર મુકી પોતાનો નંબર આવે તેવા પ્રયત્નો કરી રહ્યા છે. દિવસોથી આધાર કેન્દ્રની બહાર લોકોની લાઈનો જોવા મળી છે.. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram