Hun To Bolish : હું તો બોલીશ : લોકમાતાના દુશ્મન કોણ?

Continues below advertisement

નવસારીના બીલીમોરામાં એક જ મહિનામાં 15થી વધુ વખત ડમ્પિંગ સાઈટમાં આગ લાગી.કચરાના ઢગલામાં વારંવાર લાગતી આગના કારણે પ્રદૂષણનું પ્રમાણ વધ્યું. નગરપાલિકા પાસે ઘન કચરાના નિકાલની કોઈ વ્યવસ્થા નથી. વર્ષ 2005માં નગરપાલિકાએ ડમ્પિંગ સાઈડ માટે જગ્યા શોધવાની કામગીરી શરૂ કરી હતી. પરંતુ 19 વર્ષનો સમય વિત્યો હોવા છતા ડમ્પિંગ સાઈટ માટે યોગ્ય જગ્યા નથી મળી. પરિણામે અંબિકા નદીના કિનારે ખુલ્લી જગ્યા પર કચરો ઠાલવામાં આવે છે. દરરોજ 14 હજાર ટન કરચો એકત્ર  કરવામાં આવે છે...ડમ્પિંગ સાઇડ પર એક મહિનામાં 15 વાર આગ લાગવાના બનાવો બન્યા.

રાજકોટ મહાનગરપાલિકા. કે જેણે આજી નદીમાંથી જળકુંભી દૂર કરવા માટે 3 કરોડ, 20 લાખના ખર્ચે મશીન ખરીદ્યું હતું. હવે આ જળકુંભી કાઢવાના મશીન પર જ વેલ ઉગી ગઈ છે. આજે પણ શહેરભરનું ગંદુ પાણી આજી નદીમાં ઠલવાય છે... પરિણામે આજીમાં જળકુંભી ફેલાય છે. જળકુંભીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. જેના કારણે લોકોનું આરોગ્ય જોખમાય છે...એટલું જ નહીં આજી નદીના બંને કાંઠે દુનિયાભરના અતિક્રમણ થયા છે. નદીના પટમાં શહેરના બિલ્ડરો, કંસ્ટ્રક્શન વેસ્ટ ઠાલવી ઠાલવીને નદીમાંના પેટ પર પથ્થરો મૂકી રહ્યા છે.. જેના પાપે જ આજી નદી ખાડી નહીં પણ ચોમાસા સિવાયના દિવસોમાં વોકળા જેવી દેખાય છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram