Hun to Bolish | હું તો બોલીશ | ખાતરની બોરી સાથે નેનોની બોટલ ફરજિયાત?

Continues below advertisement

યુરીયા ખાતરની સાથે ફરજિયાત બીજુ ખાતર લેવાની ફરજ પાડનાર વેપારીઓની ખેર નહીં. ખેડૂતોને હેરાન કરનાર ખાતર વેચનારા સામે કાર્યવાહી થશે. વિધાનસભા ગૃહમાં કૃષિમંત્રી રાઘવજી પટેલે ખાતરી આપી કે આવી ફરિયાદ મળતા ખાતર વેચાનારનું લાયસન્સ રદ્દ કરાશે.

ગીર સોમનાથ જીલ્લાના ઉના તાલુકાના સોનારી ગામે એબીપી અસ્મિતાની ટીમે રિયાલીટી ચેક કર્યું. અને અહીંના ખેડૂતોને યુરિયા ખાતર સાથે નેનો યુરિયાનું લિકવિડ ફરજિયાત છે કે કેમ તે અંગે સવાલો કરતા ખેડૂતોએ શું ચોંકાવનારા આરોપ લગાવ્યા તે સાંભળી લઈએ

મહેસાણા જિલ્લામાં પણ યુરિયા ખાતર ખરીદી કરતા ખેડૂતોને બે બેગ સાથે એક નેનો યુરિયાની બોટલ પધરાવવામાં આવી રહી છે. ખાતર વિતરણ કરતા દુકાનદારને જ્યારે નેનો યુરિયા પધરાવવા અંગે પૂછવામાં આવ્યું તો તેમનું શું કહેવું હતું સાંભળી લઈએ. 


પંચમહાલ જિલ્લાના ગોધરા APMCમાં આવેલા તાલુકા અને જિલ્લા સહાકારી ખરીદ વેચાણ સંઘના ડેપોમાં ખાતરની ખરીદી માટે આવતા ખેડૂતોને યુરિયા ખાતરની 3 બેગની ખરીદી સાથે એક નેનો યુરિયા ખરીદી માટેની ફરજ પાડવામાં આવે છે. જો ખેડૂત એક યુરીયા ખાતર બેગની ખરીદી કરે છે ત્યારે 100 મિલી ગ્રામ નેનો યુરીયા લિકવિડ આપી 50 રૂપિયા વસૂલવામા આવી રહ્યા છે. આ મુદ્દે જિલ્લા અને તાલુકા ખરીદ વેચાણ સંઘના સેલ્સ મેનેજરનું કહેવું હતું કે, નેનો યુરીયાની પ્રસિદ્ધિ માટે સરકાર તેમજ ઇફકો ફર્ટિલાઇઝર કંપનીએ નેનો યુરિયા આપવાની સૂચના આપી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram