Hun to Bolish | હું તો બોલીશ | મસાજ પાર્લર કે ઐયાશીનો અડ્ડો ?
ગુજરાતના ઈતિહાસમાં CID ક્રાઈમે સેક્સ રેકેટના પર્દાફાશ માટે કરી સૌથી મોટી કાર્યવાહી. CID ક્રાઈમે અમદાવાદ અને ગાંધીનગરના પોશ વિસ્તારોમાં હાથ ધર્યું ગુપ્ત ઑપરેશન. 35 જેટલી હૉટેલ્સ અને સ્પામાં ડમી ગ્રાહકો મોકલી પર્દાફાશ કર્યો દેહવ્યાપારના સૌથી મોટા રેકેટનો. રમાડા,વિવાંતા,હિલ લોક જેવી નામાંકિત હૉટેલ્સમાં રેડ પાડીને 13 વિદેશી સહિત 52 મહિલાઓ અને એક ટ્રાંસજેન્ડરને ઝડપી લીધા. તો એજન્ટ અને ગ્રાહકો મળી કુલ 42 લોકોની કરી અટકાયત. ઝડપાયેલી યુવતીઓમાં ફિલિપાઈન્સ,યુગાન્ડા, થાઈલેન્ડ,તઝબેકિસ્તાન,ઉઝબેકિસ્તાન જેવા દેશોની વિદેશી યુવતીઓ સામેલ છે...એટલું જ નહી ગુજરાતની 8,દિલ્લીની 9 સહિત 39 ભારતીય યુવતીઓ પણ દરોડાની કાર્યવાહી દરમિયાન ઝડપાઈ. તો થલતેજની કમ્ફર્ટ ઈન હૉટેલમાંથી દારૂની મહેફિલ માણતા પાંચ લોકોની પણ કરવામાં આવી ધરપકડ. આ સેક્સ રેકેટના પરદાફાશ માટે દરેક ટીમ લીડરને CBI, ઈન્કમટેક્ષ વિભાગની રેડની જેમ બંધ કવરમાં સ્થળનું લોકેશન આપવામાં આવ્યું. જેથી કરીને કોઈને પણ આ ઑપરેશનની ભનક સુદ્ધા ન પડે.