Ambaji Grand Fair| મહામેળાના બીજા દિવસે આજે કેવો છે માહોલ?, Watch Video

Continues below advertisement

Ambaji Grand Fair| મહામેળાના બીજા દિવસે આજે કેવો છે માહોલ?, Watch Video 

 યાત્રા ધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ ત્યારે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં માઈ ભક્તો અંબાજી ધામ પહોંચતા ચારે બાજુ ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. ભાદરવી મેળાના પ્રથમ દિવસે અંબાજીમાં 1,93,20 માઈ ભક્તોએ માં અંબાના દર્શન કર્યા. પ્રથમ દિવસે 1,68,250 મોહન થાળની પ્રસાદીના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું. જ્યારે ચીકીના 1930 પેકેટનું વિતરણ થયું. મંદિરમાં 100 ગ્રામ સોનાની ભેટ મળી. શ્રદ્ધાળુઓની સુવિધા માટે મંદિર પ્રશાસન તરફથી ક્યુઆર કોડ પણ જાહેર કરાયો છે. યાત્રિકો ક્યુઆર કોડ સ્કેન કરીને સંપૂર્ણ માહિતી મેળવી શકશે પાર્કિંગ વિસામો દર્શન સહિતની સગવડો સહિતની તમામ માહિતી મેળવી શકાશે. સંપૂર્ણ માહિતી સાથેની માર્ગદર્શિકા પણ પ્રકાશિત કરવામાં આવી છે. માર્ગદર્શિકાના બ્રોશરથી મેળાનું સમગ્ર લોકેશન પાર્કિંગ બસોની રૂટવાઈઝ વ્યવસ્થા દાન માટેની ઓનલાઇન સુવિધા, યાત્રી સંઘો માટેની સૂચના, સંબંધિત સેવાઓ, સુરક્ષા સલામતી વિષયક તમામ માહિતી મેળવી શકાશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram